કેનેડામાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર ૨૪ કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે
ભારતના વિધાર્થીઓ જે કેનેડામાં ભણવા જવા માંગતા હોય તેમના માટે માઠા સમાચાર આવ્યા છે, કેનેડા ની સરકારે વિદ્યાર્થીઓ માટે નવો આદેશ જાહેર કરી કાયદામાં ફેરફાર કર્યા છે. જેનો અમલ સપ્ટેમ્બર ૨૦૨૪ થી કરવામાં આવશે.
પેહલા ની વાત કરીએ તો, કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ૨૦ કલાકથી વધુ સમય માટે કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ અસ્થાયી નીતિ ૩૦ એપ્રિલે નાબૂદ કરવામાં આવી હતી. મહત્વ નું છે કે કેનેડાના સિટીઝનશિપ મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે અમે કેમ્પસની બહાર કામ કરવાની સમય મર્યાદા ઘટાડીને અઠવાડિયામાં માત્ર ૨૪ કલાક કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને દર અઠવાડિયે ૨૪ કલાક સુધી કામ કરવાની મંજૂરી આપીને, તેઓ મુખ્યત્વે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જરૂર પડશે તો તેમની પાસે કામનો વિકલ્પ પણ હશે.
તેમણે કહ્યું કે કેમ્પસની બહાર કામ કરવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામનો અનુભવ મળશે. તે કેટલાક ખર્ચાઓને ટાળવામાં પણ મદદ કરે છે. સપ્ટેમ્બર ૨૦૨૪થી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર માત્ર ૨૪ કલાક કામ કરી શકશે. કેનેડામાં આવતા વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે આવવું જ જોઈએ, જેથી તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તેથી આ કરવામાં આવી રહ્યું છે.
કેનેડાના સિટીઝનશિપ મિનિસ્ટર માર્ક મિલરે વધુમાં જણાવ્યું હતું કે, કેમ્પસમાં કામ કરવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામનો અનુભવ મળે છે. તે કેટલાક ખર્ચાઓને ટાળવામાં પણ મદદ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ અહીં રહેવા માટે તૈયાર રહે અને સફળ રહે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેનેડામાં વિદ્યાર્થીઓ તરીકે આવતા લોકોએ કામ પર નહીં, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.