બરફના કારણે બસ લપસી પડી, વાયરલ વિડીયો જોનારાના તો શ્વાસ અદ્ધર થયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હિમવર્ષા દરમિયાન રસ્તાઓ પર બરફ જામી જાય છે. જેના કારણે આવતા-જતા વાહનોને તકલીફ પડે છે. ક્યારેક બરફના રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમી બની શકે છે. વાહનચાલકો અવારનવાર  રસ્તાઓ પર વાહનો પરનો કાબૂ ગુમાવે છે. તાજેતરમાં, કેનેડામાં એક માર્ગ અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બસ અચાનક રસ્તા પર લપસી જાય છે અને કાર સાથે અથડાય છે. ૧ ફેબ્રુઆરીની સવારે બનેલી ઘટનાના CCTV વાયરલ થઈ રહ્યાં છે. આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ. આ ઘટના એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ. વીડિયોમાં એક જોરદાર ધડાકો પણ સાંભળી શકાય છે કારણ કે કાબુ બહારની બસ બરફ સ્લિપ થાય છે અને અન્ય કાર સાથે અથડાય છે. ટિ્‌વટર પર શેર થયેલા વીડિયોએ સોશિયલ મીડિયા ધૂમ મચાવી દિધી છે.

વીડિયો જોયા પછી ઘણા યુઝર્સે વાહનો પર ખાસ સ્કિડ ફ્રી ટાયર ના લગાવવા માટે બસ કંપનીની ટીકા કરી છે. તે જ સમયે, કેટલાક વપરાશકર્તાઓએ એવી પણ સલાહ આપી હતી કે લોકોએ ખરાબ હવામાનમાં વાહન ચલાવવાનું ટાળવું જોઈએ કારણ કે બરફીલા રસ્તાઓ અને પવન વચ્ચે આવી ઘટનાઓ વધુ બને છે.

Share This Article