એક વરરાજો લગ્ન પહેલા ફરાર થઈ ગયો હતો. પોતાના લગ્નમાં ઉઠીને તે એક રાજકીય વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે ચાલ્યો ગયો હતો. બીજી તરફ દુલ્હન સજીધજીને તૈયાર થઈને બેઠી હતી. દુલ્હને પોતાની આપબીતી એક વીડિયોમાં શેર કરી છે. દુલ્હને કહ્યું કે, તેનો થનારો ઘરવાળામાં કોઈ કમી નથી, અને તે લગ્ન કરવા માટે ના પણ નથી પાડતો. આ ઘટના પાકિસ્તાનની છે. દુલ્હન સિદરા નદીમનું કહેવુ છે કે, તેના ઈઝાઝ સાથે લગ્ન થવાના છે. પણ તે ઈમરાન ખાનની લોંગ માર્ચમાં સામેલ થવા માટે નિકળી ગયો છે.
સિદરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તે ઈમરાન ખાનથી વધારે મોહબ્બત કરે છે ? તેના પર તેણે કહ્યું કે, લાગે તો એવું જ છે, સિદરાએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, ઈમરાન ખાને તેને ડંડા મારીને વિરોધ પ્રદર્શનમાંથી પાછો મોકલી આપે. સિદરાએ કહ્યું કે, તેને સૌથી વધારે દુઃખ એ વાતનું છે કે, લગ્ન બાદ તે સિદરા નદીમમાંથી સિદરા ઈઝાઝ થવાની હતી, જે થઈ શક્યું નહીં. તે હાલમાં પણ પોતાના ઈઝાઝની રાહ જોઈ રહી છે.
સિદરાએ કહ્યું કે, જો ઈઝાઝ પાછો આવી જશે તો તેની સાથે જ જશે. તે પોતે પણ ઈમરાન ખાનને પસંદ કરે છે. દેશની તરક્કી તે પણ જોવા માગે છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન લાહૌરથી ઈસ્લામાબાદની વચ્ચે આઝાદી માર્ચ નામથી લોંગ માર્ચ કાઢી રહ્યા હતા. આ દરમિયાન સિદરાનો થનારો પતિ ઈઝાઝ પણ તેમાં જોડાવા માટે જતો રહ્યો ગતો. જો કે, સિદરાએ કહ્યું કે, આઝાદી માર્ચ નહીં પણ આતો દુલ્હા ચોરી માર્ચ છે. સિદરાએ કહ્યું કે, તેનો થનારો પતિ નહીં આવવાના કારણે ઘણુ નુકસાન થયું છે. તે બ્યૂટી પાર્લરમાં પૈસા આપી ચુકી છે. તેના પરિવારને પણ ઘણુ નુકસાન થયું છે. ખાવાનો ઓર્ડર પણ આપી દીધો છે. હોલ પણ બુક થઈ ચુક્યો છે. સિદરાએ ઈમરાન ખાનને કહ્યું કે, મારો વર મને પાછી આપી દો, ઈમરાન ખાન મારો ખર્ચો પાછો આપો, જેવા નારા પણ લગાવ્યા હતા.