સ્કોટલેન્ડના સ્ટર્લિંગશાયરમાં ત્યાં રેબેકા મેકમિલન અને નિક ચિથમ લગ્ન કરવાના હતા. તેમણે પોતાના લગ્ન માટે એક મોટો મેરેજ લૉન પણ બુક કરાવ્યો હતો જેમાં ૨૦૦ મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નના દિવસે વરરાજા તૈયાર થવા ગયા અને લૉનમાં મહેમાનો આવવા લાગ્યા. થોડા સમય પછી વરને સમાચાર મળ્યા કે તેની ભાવિ કન્યા એટલે કે રેબેકાને પ્રસૂતિની પીડા થઈ રહી છે.
તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેણે એક દીકરાને જન્મ આપ્યો. જ્યારે મહેમાનો લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે કન્યાએ પુત્રને જન્મ આપ્યો છે જેના કારણે લગ્ન થશે નહિ. તે પછી બધા મહેમાનો પાછા ફર્યા. રેબેકાએ કહ્યુ કે તેણે સપનુ જાેયુ કે લગ્ન યાદગાર રહેશે પરંતુ તેેણે ક્યારેય કલ્પના કરી ન હતી કે તે જ દિવસે તેના બાળકનો જન્મ થશે. પ્રેગ્નેન્સીની કહાની જણાવતા તેણે કહ્યુ કે ગયા વર્ષે જુલાઈમાં બંનેની સગાઈ થઈ હતી.
જે બાદ તે ગર્ભવતી બની હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેમના બાળકનો જન્મ ૨૧ જૂને થવાનો હતો જેના કારણે તેણે એક મહિના પહેલા એટલે કે ૨૧ મેના રોજ લગ્નનો પ્લાન બનાવ્યો હતો. ઘણી વખત તેને લાગ્યુ કે તેણે લગ્નની તારીખ લંબાવવી જાેઈએ પરંતુ પછી તેને કોરોનાની નવી લહેરનો ડર લાગવા લાગ્યો તેથી તેણે બધી તૈયારી કરી લીધી. તેઓ ૫ વર્ષથી ડેટ કરી રહ્યા હતા તેથી તેઓ લગ્નથી ખૂબ જ ખુશ હતા પરંતુ કાર્યક્રમના થોડા કલાકો પહેલા જ તેને દુખાવો થવા લાગ્યો અને તેણે એક પુત્રને જન્મ આપ્યો.
જેના કારણે લગ્ન કેન્સલ કરવા પડ્યા અને તેમને ૧૨ લાખનુ નુકસાન થયુ.બધા લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવાની કોશિશ કરે છે પરંતુ સ્કૉટલેન્ડમાં એક છોકરી સાથે જે થયુ તેને જાેઈને સહુ કોઈ ચોંકી ગયા. હવે તેના લગ્નના સમાચાર આખી દુનિયામાં વંચાઈ રહ્યા છે. સાથે જ તેને અને તેના પતિને ભારે નુકશાન વેઠવુ પડ્યુ છે.