અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા “માણસાઈના મશાલચી ડો. મફતલાલ પટેલ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પંડિત દીનદયાલ ઓડિટોરિમ ખાતે આજે અચલા એજ્યુકેશન ફાઉંડેશન ટ્રસ્ટ દ્વારા “માણસાઈના મશાલચી ડો. મફતલાલ પટેલ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. જેના લેખક શ્રી દધીચિ ઠાકર છે. વિમોચન પ્રસંગે પરમ પૂજ્ય મોરારી બાપુ અને મુખ્ય મેહમાન શ્રી આરીફ મોહમ્મદ ખાન (મહામહિમ રાજ્યપાલશ્રી – કેરળ)અને  ડો. નિર્મિત ઓઝા (યુવા લેખક અને વક્તા) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડો મફતલાલ પટેલ, તેમના સંતાન ડો શ્વેતાંક એમ પટેલ (સંજય પટેલ), અનાર જયેશ પટેલ  તેમજ લેખક શ્રી દધીચિ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પુસ્તક  વિશે વાત કરતા ડો. મફતલાલ પટેલે જણાવ્યું કે, આજે આપણી સમક્ષ સમાજનું જે સ્વરૂપ છે તે કેટ કેટલી વસ્તુઓ, ભાવનાઓ, વૃત્તિઓનો સ્વીકાર, પરિવર્તન, અને ત્યાગમાંથી જન્મેલું રૂપ છે. સામાજિક જીવન પણ ઈર્ષ્યા, દ્વેષ, હિંસા, વેરવૃત્તિ વગેરેથી મુક્ત રહી શકે નહીં. મનુષ્ય કામ, ક્રોધ, મદ, મોહ, લોભ જેવી વૃત્તિઓને વશ થાય એટલે તેનામાં દેવત્વ ઘટે અને શેતાનિયત વધે. શેતાનિયતનો વધારો માનવ જાતિ માટે શત્રુનું કામ કરે છે.સમાજમાં રહેતો માણસ માનસિક સંતુલન ગુમાવી ક્યારે ભીડનો શિકાર બની ન્યાય અને માનવતાનાં મૂળિયાં ઉખાડી નાખશે, તેની કોઈને ખબર નથી હોતી. એટલે સમૂહમાં રહેતો માણસ માણસાઈ ટકાવી રાખશે, એવી અપેક્ષા રાખી શકાય નહીં. આ પુસ્તક માં આજ માણસાઈ વિશેની વાત લોકો સમક્ષ રજુ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે,  ત્રેતાયુગમાં રામનો સમાજ પણ ક્યાં ‘માણસાઈ’ દાખવી શક્યો હતો ? દ્વાપર યુગમાં સમૂહમાં રહેતા માનવીઓમાં ‘માણસાઈ’ હોત તો ‘મહાભારત’નું યુદ્ધ ક્યાંથી ખેલાત ? વર્તમાન યુગમાં જે વિશ્વયુદ્ધો થયાં અને શત્રુ પર અણુ બોમ્બ ઝિંકાતાં ભયાનક મોતનું દ્રશ્ય વિશ્વે જોવું પડયું એ જોઈ વિશ્વના દેશોમાં સહિષ્ણુતા, વિવેક અને માનવતા હોત તો એ કેવી રીતે શક્ય બનત?

તેવા સમયે ડો. મફતલાલ પટેલના જીવન આધારિત પુસ્તક માણસાઈના મશાલચી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. ડો. મફતલાલ પટેલ જેઓ વરિષ્ટ કેળવણી કર, સમાજસેવક, લેખક અને ‘અચલા’ ના તંત્રી તરીકે પોતાના જીવનના ૮૫ વર્ષ પૂર્ણ કરી ૮૬ માં વર્ષમાં પ્રવેશ્યા છે.

આ પ્રસંગે લેખક શ્રી દધીચિ ઠાકર દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આજે મને ઘણો ગર્વ છે કે હું આ પુસ્તક દ્વારા ખરેખર જે વ્યક્તિ એ પોતાનું સમગ્ર જીવન માણસાઈ સાથે ગુજાર્યું છે તેમને સમાજ સમક્ષ મૂકી રહ્યો છું સાથે તેમના જીવનની વિતાવેલ પળો પણ લોકોને જણાવી રહ્યો છે. પુસ્તક લખતી વખતે મનેસમાજ માંથી પણ ખુબજ મોટા પાયે લોકોના હકારાત્મક અભિપ્રાયો મળ્યા છે. અત્યારના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે આ ખુબજ મોટો ભાગ ભજવશે.

શ્રી મફતલાલ પટેલનું જીવન ખરેખર એક સંદેશો છે. તેમણે સમાજસેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આ માણસાઈના મિસાલચી ડો.મફતલાલ પટેલ આવી અનેક વાતોથીp આપણને અવગત કરાવે છે.

Share This Article