સુરતમાં પોલીસ સ્ટેશનની નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત શહેરમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા અનેક પ્રકારના તર્ક વિતર્ક થવા લાગ્યા છે. ગઇ કાલે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો, હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે, સુરતમાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એસએમસીના સૉલીડ વેસ્ટ પ્લાન નજીકથી અજાણ્યા શ્રમજીવી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ મળ્યા બાદ તરતજ ઘટના સ્થળ પર ચોક બજાર પોલીસની પીસીઆર વાન પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કરવામાં આવી હતી, જેમાં યુવાનની ઉંમર આશરે ૩૫ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, આ યુવાનનું કયા કારણોસર મોત થયુ છે, તે અંગે હજુ કોઇ તથ્ય સામે આવ્યુ નથી. હાલમાં મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે પોલીસે પણ તપાસની ગતિવિધિ તેજ કરી દીધી છે.

Share This Article