છોટાઉદેપુરમાં અશ્વિન નદીમાં ગણેશ વિસર્જનમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નવી નગરીના ગણપતીનું વિસર્જન અશ્વિન નદીમાં કરવા જતાં ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ નામનો યુવાન ડૂબી ગયો હતો. જેની કોઈ ભાણ ન મળતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેનો મૃતદેહ મળી આવતા નસવાડી ગામના નવી નગરી વિસ્તારમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે.

નસવાડીનાં નવી નગરી વિસ્તારનાં લોકો વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા. જ્યાં અશ્વિન નદીમાં ગણેશ વિસર્જન વખતે ૩૦ વર્ષીય યુવાન ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ ડુબી જવાની ઘટના બની હતી. યુવાન ડૂબી જતા રાત્રીના સમયે ભારે શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ યુવાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો અને સવારના યુવાનનો મૃતદેહ મળી આવતાં નસવાડી પોલીસ ધટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article