ઇરાકનાં મોસુલમાં માર્યા ગયેલા 38 ભારતીય મજૂરોનાં શબ ભારત આવી ગયા છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ વિશેષ વિમાનથી શબ લઇને અમૃતસર પહોંચી ગયા છે.
આ શબને લેવા માટે પંજાબ સરકારનાં મંત્રી પણ પહોંચી ગયા હતાં. આપને જણાવી દઇએ કે ઇરાકમાં જાન ગુમાવનારા સૌથી વધુ 27 પંજાબીઓ હતા. આ સમયે વીકે સિંહે જણાવ્યું કે, DNA મેચ કરવા ઘણાં અઘરા હતાં. તેમણે કહ્યું કે, ઇરાકમાં 40 ભારતીયોનો કોઇ રેકોર્ડ નથી. શબની ઓળખ કરવા માટે પણ ઇરાક સરકારે ઘણી મદદ કરી હતી. આ માટે તેમનો આભારી છું. તેમણે ઉમેર્યુ કે, 38 લોકોનાં શબ મલી ગયા છે જ્યારે 39માં શબનો DNA મેચ કરવાનો હજી બાકી છે.
આજે તેઓ 38માં શબ લઇને વિકે સિંહ ભારત પહોચ્યા છે. અમૃતસર એરપોર્ટ પર પાર્થિવ અવશેષ લઇને કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ પહોચ્યા હતાં તેમણે મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમજ એમ પણ કહ્યું હતું કે, દરેક પરિવારનાં એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવશે.