નવી દિલ્હી : પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી અડ્ડા પર કરવામાં આવેલા હુમલાને લઇને સંરક્ષણ વિભાગની પાસે પુરતા પુરાવા છે પરંતુ તેને જાહેર કરવામાં આવે કે કેમ તે અંગે અંતિમ નિર્ણય સરરકાર દ્વારા લેવામાં આવનાર છે. સંરક્ષણ વિભાગે કહ્યુ છે કે તેમની પાસે પુરાવા રહેલા છે. સંરક્ષણ વિભાગે કહ્યુ છે કે તેમની પાસે સિન્થેટિક અપર્ચર રડાર ફોટા છે. જેના કારણે રડારના સ્થળો પર શÂક્તશાળી હુમલા અંગેની સાબિતી આપી શકાય છે. આ પ્રમાણને જારી કરવા અંગે નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બાલાકોટ અને ખેબર પખ્તુનખ્વામાં જેશના અડ્ડા પર ભીષણ હુમલા કરવામાં આવ્યા હતા. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે હુમલા કરવામાં આવ્યા હતા.
સ્વતંત્ર સેટેલાઇ ઇમેજ નિષ્ણાંતોએ એર સ્ટ્રાઇકના ટાર્ગેટને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. નિષ્ણાંતોએ કહ્યુ છે કે મિરાજ ૨૦૦૦ મારફતે પૂર્ણ તાકાત સાથે ત્રાસવાદી અડ્ડા પર હુમલા કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ કહ્યુ છે કે એર સ્ટ્રાઇકના કારણે નુકસાનના દાવા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેટેલાઇટ ફોટોમાં નુકસાનને લઇને કેટલીક વાત કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા અંતિમ નિર્ણય કરવામાં આવનાર છે. સરકારનુ કહેવુ છે કે વ્યાપક નુકસાન ત્રાસવાદીઓને થયુ છે. બાલાકોટમાં ૩૦૦થી વધારે ત્રાસવાદીઓ છુપાયેલા હતા. જા કે કેટલુ નુકસાન થયુ છે તે અંગે માહિતી પુરતા પ્રમાણમાં મળી શકી નથી. એર સ્ટ્રાઇક મામલે હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સામાન્ય નાગરિકોને કોઇ નુકસાન ન થાય તે બાબતનુ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. ત્રાસવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલામાં ભારે નુકસાન કરવામાં આવ્યુ હતુ.