લગ્નની સાથે એક નવી લાઇફની શરૂઆત થાય છે. તમામ બાબતો ખુબ સારી અને લાઇફ સપના જેવી લાગે છે. પરંતુ ક્યારેક ક્યારેક આ ખુબસુરત સંબંધ એક આશ્ચર્યજનક વળાંક પર આવીને ઉભા રહે છે. કોરિયોગ્રાફર અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ શો-૭ના જજ બોસ્કો માર્ટિસ કહે છે કે કોઇ વ્યક્તિ જાણી જાઇને ખરાબ બનતી નથી. તેમના કહેવુ મુજબ કેટલીક વખત ન્તિતી એટલી ખરાબ બની જાય છે. તેમના કહેવા મુજબ દરેક વ્યક્તિને આ બાબત સ્વીકારી લેવાની જરૂર છે કે બે લોકો હવે એક છતની નીચે સાથે રહી શકે તેમ નથી. એવુ બની શકે છે કે ભવિષ્યમાં ફરી એકવાર આ બે વ્યક્તિ સાથે આવી શકે.
એવુ પણ બની શકે છે કે બંનેને અલગ અલગ જીવનસાથી મળી જાય. જેની સાથે તે વધારે ખુશ રહે છે. જેથી તલાક લઇ ચુકેલી વ્યક્તિને સૌથી પહેલા તો પોતાને નવેસરથી શોધવાની જરૂર હોય છે. સમય આવ્યા બાદ એવા સાથીની શોધ કરવી જાઇએ જે આપને ખુશી આપી શકે છે. આપના સારા પાસાઓને જાઇ શકે છે. પરિવાર જીવનના એક મહત્વપૂર્ણ હિસ્સા તરીકે છે. તે એક એવી કડી તરીકે છેજે એક વ્યક્તિને બીજી વ્યક્તિના સંબંધમાં હકીકત દર્શાવે છે. આપની કમીને ખોલીને રજૂ કરે છે. તેમનુ કહેવુ છે કે તેમના પિતા પણ ડાન્સર હતા. તેઓ હમેંશા કહેતા હતા કે તેનુ ડાન્સ યોગ્ય નથી.
હકીકતમાં એમ કહીને તેઓ તેના ડાન્સને વધારે શાનદાર બનાવવાના પ્રયાસ કરતા હતા. જેથી જા પરિવારના સભ્યો ખામી કાઢે તો તેમના કારણે ચિંતા કરવાની જરૂર હોતી નથી. આજે તમારી પાસે મોબાઇલ છે તો આપને પોતાના ટેલેન્ટને દર્શાવવાની કોઇ મંચની જરૂર નથી. સોશિયલ મિડિયા ખુબ મજબુત છે. પોતે ડાન્સ વિડિયો બનાવીને યુટ્યુબ પર મુકી શકો છો આવી રીતે તમે રાતોરાત સ્ટાર બની શકો છો. ટેલેન્ટ હશે તો તમે રાતોરાત સુપર સ્ટાર બની જશો. આજ આજની ક્રાન્તિ તરીકે છે. જો તમારા પોતાના કન્ટેન્ટ છે તો તો કામ માંગવા માટે જુદા જુદા સ્તર પર ભટકવાની કોઇ જરૂર નથી.