નાથુરામ કોર્ટમાં બોલી રહ્યા હતા ત્યારે કોર્ટમાં માહોલ કેવો હતો તેને લઇને જજ જીડી ખોલસાએ પોતાના પુસ્તક ધ મર્ડર ઓફ મહાત્મામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોસલૌએ પુસ્તકમાં લખ્યુ છે કે જ્યારે ગોડસે બોલી રહ્યા હતા ત્યારે જોરદાર સન્નાટો હતો. જ્યારે તેઓએ બોલવાનુ બંધ કર્યુ ત્યારે કેટલીક મહિલાઓ તો રડી પડી હતી. જ્યારે પુરૂષો તેમના રૂમાલને શોધી રહ્યા હતા. જો ખોસલાની વાતને એ સમયની પ્રજાના મત તરીકે સ્વીકારવામાં આવે તો વિચારીને જુઓ કે જો એ વખતે નાથુરામનૌ વિચાર સામાન્ય લોકો સુધી પહોંચી ગયા હોત તો શુ થયુ હોત. જો આવુ થયુ હોત તો પણ અમે ગાંધીજીને મહાત્મા કહી શક્યા હોત. નાથુરામે પોતાની વાતમાં કબુલાત કરી હતી કે ગાંધીની હત્યા માત્ર તેમના દ્વારા જ કરવામાં આવી છે.
નાથુરામે ત્યારબાદ બીજા આરોપી અને પોતાના નાના ભાઇ ગોપાલ ગોડસેને કહ્યુ હતુ કે તેઓ માર્ગની પાસે સભા સ્થળની સીઢી પર ઉભેલા અન્ય લોકોની સાથે ઉભા રહીને ગાંધીની રાહ જાઇ રહ્યો હતો. ગાંધી બે યુવતિઓના ખભા પર હાથ મુકીને ચાલીને આવી રહ્યા હતા. જ્યારે ગાંધી તેમની નજીક પહોંચ્યા ત્યારે ખિસ્સામાં હાથ નાંખીને સેફ્ટીકેચ ખોલી દીધા હતા. હવે તેમને માત્ર ત્રણ સેકન્ડની જરૂર હતી. ગોડસેએ કહ્યુ હતુ કે પહેલ ગાંધીજીને હાથ જાડીને તેમના મહાન કાર્યો માટે પ્રણામ કર્યા હતા. સાથે સાથે બંને યુવતિઓે અલગ કરીને ગોળીબાર કરી દીધો હતો. તેઓ બે ગોળી ચલાવવા ઇચ્છુક હતા પરંતુ ત્રણ ચાલી ગઇ હતી. ગાંધીજી ત્યાં જ પડી ગયા હતા. ગોડસેને ત્યારબાદ તુગલક રોડ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
ગાંધીની હત્યા પુર્ણ ભાનમાં કરી હતી જેથી તમામ મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. ગાંધીની હત્યા બાદ લોકોને એમ જ કહેવામાં આવ્યુ હતુ કે નાથુરામ ગોડસે માનસક રીતે અસ્વસ્થ હતા. નાથુરામના નિવેદનને પણ પ્રજાની વચ્ચે ન આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ગાંધી સૈદ્ધાતિક રીતે ક્યાં ખોટા હતા અને અને નાથુરામ ક્યાં સાંચા હતા તેમાં ચર્ચાનો હવે કોઇ અર્થ નથી. પરંતુ કોઇ પણ વ્યક્તિ એક બાબત તો તમામ બાબતોને જાઇને અને વાંચીને કહી શકે છે કે ગોડસેનો તરીકો ખોટો હતો પરંતુ તેમની દેશભક્તિ પર પ્રશ્ન કરવા બિલકુલ યોગ્ય નથી. ગોડસે કોઇના આદર્શ નથી પરંતુ જે લોકો ગોડસેને પ્રથમ હિન્દુ આતંકવાદી ગણાવી ચુક્યા છે તે લોકો ગાંધીના એ વાક્યને યાદ કરી લે જેમાં ગાંધીએ સ્વામી શ્રદ્ધાનંદના હત્યારા અબ્દુલ રશીદ માટે કહ્યુ હતુ કે અમને એક વ્યક્તિના કારણે સમગ્ર સમુદાયને અપરાધી ઠેરવી દેવાની ભુલ કરવી જોઇએ નહીં.