સેના ક્યારેય નબળી ન હતી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પુલવામા હુમલા બાદ ભારતે જે રીતે જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં ઘુસીને હવાઇ હુમલા કર્યા હતા તેનાથી સાબિત થઇ ગયુ છે કે ભારત કેટલી શક્તિ ધરાવે છે. તમામ નિષ્ણાંતો કહે છે કે ભારતની સેના પહેલા પણ ક્યારેય નબળી ન હતી. વર્ષ ૧૯૬૨માં ચીનના હાથે ભારતને હારનો સામનો કરવો પડ્યો ત્યારે પણ ભારતીય સેના કમજાર ન હતી. જો કે નેતૃત્વ કમજોર હોવાના કારણે ભારતને તકલીફ પડી રહી હતી. આજે સૌભાગ્યની બાબત છે કે આજે ભારતનો વિશ્વમાં ડંકો છે. આજે ભારતની છાપ વિશ્વમાં ખાસ પ્રકારની છે. પહેલા ક્યારેય આવી છાપ ભારતની ન હતી.

ઇતિહાસના પેજ પલટીને જાવામાં આવે તો જાણવા મળી શકે છે કે ૧૯૬૯માં ઇસ્લામિક રાષ્ટ્રોની બેઠકમાંથી ભારતના પ્રતિનિધીઓને બેઠકના સ્થળ પરથી પરત મોકલી દેવામાં આવ્યા હતા. કારણ કે પાકિસ્તાને બેઠકના બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.પરંતુ હવે સ્થિતી બદલાઇ ગઇ છે. કારણ કે હવે ગઇકાલે પણ જ્યારે પાકિસ્તાને આ બેઠકના બહિષ્કાર કરવા માટેની ધમકી આપી ત્યારે તેની કોઇ નોંધ લેવાઇ ન હતી. ભારત પ્રથમ વખત ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થતા ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો છે. પાકિસ્તાને ફરી ભારતની હાજરીના કારણે બહિષ્કારની ધમકી આપી છતાં તેની તરફ કોઇએ ધ્યાન આપ્યુ ન હતુ. ભારતની તાકાત આજે મજબુત નેતૃત્વના કારણે  કેટલી મજબુત થઇ છે તે આ બાબત પુરવાર કરે છે. મજબુત ઇચ્છાશક્તિ અને વૈશ્વિક ભારતની તાકાત આજે નજરે પડે છે.

Share This Article