મુંબઈ: ક્લાસિક લિજેન્ડ્સ પ્રા. લિ.એ ભારતમાં બે બ્રાન્ડ ન્યૂ મોટરસાઈકલ્સ લોન્ચ કરવા સાથે જાવા મોટરસાઈકલ્સના મોટરસાઈકલિંગની સ્ટોરીમાં એક નવું પ્રકરણ શરૂ કરવાની જાહેરાત કરી છે.
જાવા અને જાવા ફોર્ટીટૂ એરેટ્રો-
કૂલટ્વીસ્ટ સાથે જાવાની ક્લાસિક અપિલ પાછી લાવતાં બ્રાન્ડના નવા ફ્લેકશિપ મોડેલ બન્યા છે. આ આધુનિક મસીન્સ જાવાની લાક્ષણિક વિશ્વસનીયતા ધરાવે છે, જે પરફોર્મન્સ, ક્ષમતા અને ગુણવત્તાનું સંતુલન ધરાવે છે. ડબલ ક્રેડલ ચેસીસ સાથે એકદમ નવી 293સીસી, લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ડીઓએચસી એન્જિનથી સજ્જ મોટરસાઈકલ ક્લાસિક રાઈડિંગનો રોમાંચ પાછો લાવવા ડિઝાઈન કરાઈ છે. આમ નવી જાવાખરા અર્થમાં આધુનિક ક્લાસિક બને છે.
જાવા અને જાવા ફોર્ટીટૂની કિંમત અનુક્રમે રૂ.1,64,000 અને રૂ.1,55,000 છે તથા તેનું બૂકિંગ 15મી નવેમ્બર 2018થી www.jawamotorcycles.com પર ઓનલાઈન શરૂ થઇ ગયું છે.
કંપનીએ ફેક્ટરી કસ્ટમ જાવાપેરાકનું પણ અનાવરણ કર્યું છે, જે 334 સીસી, લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ડીઓએચસી એન્જિનથી ચાલે છે અને 30 બીએચપી પાવર તથા 31 એનએમટોર્ક જનરેટ કરે છે. પેરાકની કિંમત રૂ. 1,89,000 છે અને તેનું બૂકિંગ પણ તે જ તારીખથી શરૂ થશે.
મહિન્દાગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, ‘એક લિજેન્ડના પુનર્જન્મની તક ભાગ્યે જ મળે છે. જાવા એક વિશ્વસનીય અને આઈકોનિક બ્રાન્ડ છે, જે સ્વતંત્રતા અને સાહસ માટે આપણા બધામાં રહેલી ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે.’
ક્લાસિક લિજેન્ડ્સ પ્રા. લિ.ના સ્થાપક અને ફિકેપિટલના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર અનુપથરેજાએ જણાવ્યું હતું કે, ‘જાવા મોટરસાઈકલ્સ વ્યાપક ફેન ફોલોઈંગ ધરાવે છે અને પેઢીઓએ આઈકોનિક મોટરસાઈકલ્સ ચલાવી છે. આજના યુવાનો વધુ લાક્ષણિક્તા, સ્ટાઈલ અને ફન ઈચ્છતા હોવાથી આધુનિક ક્લાસિક્સ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. અમે આજે નવી જાવા મોટરસાઈકલ્સનું અનાવરણ કરતા ખૂબ જ રોમાંચ અનુભવીએ છીએ.’
રૂસ્તમજી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે, ‘મારા અને મારા પરિવાર માટે જાવા મોટર સાઈકલ્સનું પુનરાગમન ગર્વની બાબત છે. આ બ્રાન્ડ સૌપ્રથમ વખત મારા પિતાએ દેશમાં રજૂ કરી હતી અને તે એક એવા યુગને વ્યાખ્યાઈત કરે છે, જેણે માત્ર દેશમાં મોટરસાઈકલની લહેર જ નહોતી ફેલાવી પરંતુ રાષ્ટ્રમાં એકસાથે એક સંસ્કૃતિ અને સિનેમાને લોકપ્રિય બનાવ્યા હતા. અમને ખાતરી છે કે જાવાને ભૂતકાળમાં મળ્યો હતો તેટલો જ પ્રેમ મળશે અને તે પરીપક્વ મોટરસાઈકલ પ્રેમીઓને આકર્ષશે.’
ક્લાસિક લિજેન્ડ્સપ્રા. લિ.નાચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ જોશીએ જણાવ્યું હતું કે, ‘આનિશ્ચિત પણે ઐતિહાસિક ક્ષણ છે અને ભારતમાં જાવાનું પુનરાગમન કરવામાં અમને ખૂબ જ આનંદ થાય છે. મોટરસાઈકલ્સની આરેન્જ સાથે આગળ આવવાનો આયોગ્ય સમય છે, કારણકે ભારતીય પ્રીમિયમ મોટરસાઈકલ બજાર માત્ર વિકસતું જ નથી, પરંતુ ગ્રાહકોની પસંદ અને અગ્રતાઓ પણ બદલાઈ રહી છે. દેશમાં મોટરસાઈકલ ચાહકોને આ ક્લાસિક મોટરસાઈકલ ઓફર કરતાં અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.’
ભારત માટે નવા જાવા મોડેલ તૈયાર
બંને જાવા મોડેલ્સ વિશિષ્ટ લાક્ષણિક્તા, અજોડ અવાજ, સ્ટાઈલિંગ અને રાઈડિંગ અનુભવને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયા છે તથા વિકસાવાયા છે. નવી જાવા અને જાવા ફોર્ટીટૂ આજના સમજદાર રાઈડર્સ માટે અનુક્રમે રેટ્રો અને આધુનિક ક્લાસિક તરીકે તૈયાર કરાઈ છે.
નવી જાવાની પ્રત્યેક બાબત સુંદર આકારના એન્જિનથી લઈને એકદમ નવી ચેસીસ અને સસ્પેન્શન કોમ્બિનેશન તથા કાલાતિત ડિઝાઈન બધું જ રાઈડિંગ અનુભવને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે કાળજીપૂર્વક તૈયાર કરાયું છે. જાવા અને જાવા ફોર્ટીટૂ આધુનિક ટેક્નોલોજી, અત્યાધુનિક સલામતી સુવિધાઓથી સજ્જ છે, જે રાઈડિંગનો આત્મવિશ્વાસ વધારેછે જ્યારે વિશ્વસનીય જાવા સ્ટાઈલ અને ચાર્મને પણ જાળવી રાખવામાં આવ્યા છે.
જાવા અને જાવા ફોર્ટી ટૂ :
જાવા:ઓરિજિનલ જાવાની કોઈપણ સમયમાં સુસંગત સ્ટાઈલ અને આઈકોનિક લાક્ષણિક્તાનો આ નવી જાવામાં પુનર્જન્મ થયો છે. ક્રાંતિકારી એસ્થેટિક સાથે નવી જાવાએ તેની ભૂતકાળની ક્લાસી, એલિગન્ટ, સોફિસ્ટેકેડ, ભવ્યતાની લાક્ષણિક્તાઓ જાળવી રાખી છે. જૂના ભવ્ય વારસાની ઈચ્છા રાખનારાઓ માટે નવી જાવા રજૂ કરવામાં આવી છે. જાવાએ તેના સ્વરૂપ અને કામગીરીમાં ક્લાસિક દેખાવની જૂની વિશેષણતાઓને જાળવી રાખવાની સાથે ખરા અર્થમાં આધુનિક કાર્યક્ષમતા અપનાવી છે.
જાવા ફોર્ટીટુ : આ ક્લાસિકે સરહદો અને પ્રયોગો તોડ્યા છે. તેની ડિઝાઇન અને બીનપરંપરાગત લાક્ષણિકતાઓમાં અનોખાપણા સાથે, ફોર્ટીટૂ ક્લાસિકનું ટોન, સ્ક્સ્ડ, સ્પોર્ટી, આક્રમક વર્ઝન છે! ફોર્ટીટૂનો અર્થ છે હૃદય તેમ જ બુદ્ધિ બંનેને આકર્ષવા.
નવું જાવા એન્જિન : 293 સીસી લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર ડીઓએચસી એન્જિન
293 સીસી લિક્વિડ કૂલ્ડ, સિંગલ સિલિન્ડર, ડીઓએચસી એન્જિન શ્રેષ્ઠ ઈટાલિયન એન્જિનિયરિંગના સહયોગમાં તૈયાર કરાયું છે, તે એકદમ નવું છે અને સાથે તે ક્લાસિક જાવાનો અનુભવ પણ પૂરો પાડે છે. તે મીડ-રેન્જ સાથે 27 બીએચપી પાવર અને 28 એનએમટોર્ક જનરેટ કરે છે અને અવિરત પાવરરાઈડ માટે ફ્લેટ ટોર્ક કર્વ પેક કરે છે. પરંતુ આ એન્જિનનું મુખ્ય હાર્દ તેની ક્લાસિક લાઈન્સની લંબાઈ અને વિશિષ્ટ ટ્વીન એક્ઝોસ્ટનો અવાજ છે. તે નિશ્ચિત પણે એવી જાવા છે, જે તમને ખૂબ જ ગમશે. એન્જિન પ્લેટફોર્મ બીએસ6 નિયમો માટે તૈયાર છે.
અજોડ અવાજ :
તેનો અવાજ ખાસ કરીને મોટરસાઈકલ્સ માટે વિશેષ ભાવનાઓ પેદા કરે છે. નવા 4-સ્ટ્રોક જાવાના અવાજ માટે અમે ઈટાલીના વેરોના પહોંચ્યા હતા, જ્યાં અવાજની એન્જિનિયર્સ બેલડી અમારી સાથે હાર્મનિક પાઈપ કોમ્બિનેશન્સ અને અન્ય અનેકમા પદંડોની અનંત સાઈકલ્સ મારફત જાવાના અવાજના મૂળથી લઈને બધા જ તબક્કામાંથી પસાર થઈ અને એવો અવાજ શોધી કાઢ્યો, જે નવી જાવા માટે મૂલ્યવાન હતો.
ડિઝાઈન ફિલસૂફી :
અમારી પાસે બે વિકલ્પો હતા :ભૂતકાળનો જ્યાં અત આવ્યો હતો ત્યાંથી શરૂ કરવું અથવા જાવા એ જ્યાં જવું જોઈતું હતું, પરંતુ ત્યાં પહોંચી નહોતી ત્યાંથી શરૂ કરવું. ડિઝાઈનના સંદર્ભમાં સમય પસાર થવાની સાથે તે ગોલ્ડન રેશિયો ધરાવતી હતી. તેના દેખાવ પરથી જ તમે તેને ઓળખી શકો છો કે તે જાવા છે. અમારી નવી જાવા અને જાવા ફોર્ટીટૂ આ લિજેન્ડરી સ્ટોરીને આગળ લઈ જાય છે અને તે પણ જાવાની અસલ લાક્ષણિક્તા ગુમાવ્યા વિના. આજની જાવા તમને 90 વર્ષ પહેલાંની જાવાના વારસા સાથે સાંકળે છે અને તે બધી જ આધુનિક એન્જિનિયરિંગ સુવિધાઓથી બની છે. અમે એ બાબતની ખાતરી રાખી છે કે જાવાએ તેના નામ સાથે સંકળાયેલી બધી જ ભવ્યાતા ઓજાળવી રાખી છે. તમે હજી પણ બાઈકનો અદ્ભૂત દેખાવ જોઈ શકો છો, જે દૈનિક વપરાશની સાથે જૂના સમયની જેમ જ બાઈક ચલાવવાનો આનંદ અને સરળતા પૂરા પાડે છે.
જાવા 70 અને 90ના દાયકાઓમાં ભારતીય સિનામેના આઈકોન્સમાં સૌથી વધુ માગ ધરાવતી મોટરસાઈકલ્સમાંની એક છે અને કેટલીક લિજેન્ડરી મુવીસમાં પણ જોવા મળી છે. જાવા ક્લાસ, સ્ટાઈલ અને એટીટ્યૂડની પ્રભાવશાળી વંશાવલી લાવેછે.