અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ઓગષ્ટ ૨૦૨૨ સુધી શરૂ થઇ જશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હાલમાં બુલેટ ટ્રેનનું કામકાજ શરૂ થઈ ગયું છે.  સુત્રોની માહિતી મુજબ 15 ઓગસ્ટ 2022 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈનું અંતર બે કલાકમાં કાપશે અને એની એવરેજ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે અને મહત્તમ સ્પીડ 350 કિ.મી. પ્રતિ કલાક રહેશે.

15 ઓગસ્ટ 2022 સુધીમાં શરૂ થનારી બુલેટ ટ્રેનમાં 750 મુસાફરોની કેપેસિટી હશે, વધુ કોચ જોડતાં તેની કેપેસિટી 1250 થઈ શકશે. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ બે કલાકમાં પહોંચી જશે. બુલેટ ટ્રેન મહદંશે સાબરમતી સ્ટેશનથી ઊપડશે અને 12 સ્ટેશનો પર ઊભી રહેશે. બુલેટ ટ્રેનના સ્ટોપેજ- અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે થઈ મુંબઈ પહોંચશે અને રોજની 70 ટ્રિપ લગાવશે. બોઈસર અને બીકેસી વચ્ચે 21 કિ.મી. લાંબી ટનલ બનશે, જેમાં 7 કિ.મી.ની ટનલ ખાડીની નીચે હશે.

પિકઃઅવર્સમાં બુલેટ ટ્રેન દર 20 મિનિટે ઊપડશે. પિક-અવર્સનો સમય સવારે 7થી સવારે 10નો રહેશે અને સાંજે 5થી રાત્રે 9 સુધીનો રહેશે.

Share This Article