કેટરિનાને બે મહિનાની પ્રેગ્નેન્સી પર અભિનેત્રીની ટીમે આપ્યો જવાબ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અભિનેત્રી પ્રેગ્નેન્સી અંગે ટીમે કહ્યું કે આ અફવા છે

બોલીવુડની અભિનેત્રી કૈટરિના કૈફ ૨ મહિનાની પ્રેગનેન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જણાવી દઈએ કે કેટરિના અને વિકી છ મહિના પહેલા રાજસ્થાનના ફોર્ટ બરવાડામાં તેમના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના તેમના શાનદાર ફોટો, લોકેશન અને ડ્રેસીસને લઈને કપલ ઘણા લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.

કેટરિનાની ટીમે ફાઈનલી કેટરિના પ્રેગનેન્ટ હોવા અંગેની અફવાઓ પર સ્પષ્ટતા કરી છે. કેટરિનાની ટીમે જણાવ્યું હતું કે, જ્યારે અમેન ખબર પડી કે હકીકતમાં આવા કોઈ જ ગુડ ન્યૂઝ નથી. કેટ હાલ પ્રેગનેન્ટ નથી.” કેટરિનાની ટીમે ખુલાસો કર્યો હતો કે તે અને વિકી હાલ બાળક એક્સપેક્ટ નથી કરી રહ્યા. હાલ બંને પોતાના કરિયર પર ફોકસ રહી રહ્યા છે. સાથે જ તે બંને તેમના રોમેન્ટિક રિલેશનનો આનંદ લઈ રહ્યાં છે.

કેટરિના હંમેશાથી બાળકોની શોખીન રહી છે અને તેણે લગ્ન કર્યા પછી બાળકો વિશે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. કેટરિના અને વિકી હાલમાં યુએસમાં વેકેશન પર છે અને સાથે રોમેન્ટિક સમય વિતાવી રહ્યા છે. જણાવી દઈએ કે હાલમાં જ કેટરીનાએ ન્યૂયોર્કમાં તેની ફેવરિટ રેસ્ટોરન્ટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત તેની આગામી ફિલ્મ મેરી ક્રિસમસમાં ખૂબ વ્યસ્ત છે.

સાથે જ તે સલમાન ખાન સાથે ટાઈગર ૩ અને ફોન ભૂતમાં વ્યસ્ત છે. જ્યારે વિકીએ સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મનુ રેપ કર્યું છે. તેની પાસે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે ગોવિંદા નામ મેરા, રૌલા, મેઘના ગુલઝારની સેમ માણેકશા બાયોપિક અને આનંદ તિવારીની અનટાઈટલ ફિલ્મમાં વ્યસ્ત છે.થોડા જ મહિના અગાઉ જ બોલીવુડના મોસ્ટ એલીજેબલ બેચલર ગણાતા વિકી કૌશલ અને કૈટરિના કૈફ લગ્નના બંધનમાં બંધાયા છે.

લગ્નના થોડા જ સમય બાદ અન્ય કપલની જેમ જ આ જસ્ટ મેરિડ કપલ માતા પિતા બનવાની અફવાઓ વહેતી થઈ ગઈ હતી. લગ્નના થોડા જ સમય બાદ જ એવી અફવાઓ ફેલાઈ હતી કે ‘મેરી ક્રિસમસ’ની એક્ટ્રેસ  કેટરિના કૈફ અને તેનો પતિ વિકી કૌશલ તેમનુ પ્રથમ બાળક એક્સપેક્ટ કરી રહ્યા છે.

Share This Article