ખુબસુરત મૌની રોય અને રાજકુમાર રાવ હવે સાથે મળીને કામ કરવા જઇ રહ્યા છે. મૌની રોયને એક પછી એક સારી ફિલ્મો હાથ લાગી રહી છે. હવે મૌની રોયને વધુ એક સારી અને મોટી ફિલ્મ મળી ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ ચીનમાં કરવામાં આવનાર છે. ચીનમાં હિન્દી મિડિયમ ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ દિનેશ વિજે ટુંક સમયમાં જ ગુજરાતી દંપત્તિ પર આધારિત કોમેડી ફિલ્મ મેઇડ ઇન ચાઇના બનાવવાનો નિર્ણય કર્યો હતો.
હવે આ ફિલ્મનુ શુટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે. ચીન ઉપરાંત ગુજરાતમા પણ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. રાજકુમાર રાવ ફિલ્મમાં સ્ટ્રગલિંગ બિઝનેસમેનની ભૂમિકામાં નજરે પડનાર છે. જ્યારે મુંબઇની યુવતિ તરીકેની ભૂમિકા મૌની રોય અદા કરનાર છે. જે અમદાવાદમાં રહેવા માટે જતી રહે છે. તે એક સામાન્ય હાઉસવાઇફની ભૂમિકામાં નજરે પડનાર છે. જે નિમ્ન મધ્યમવર્ગીય વિસ્તારમાં રહે છે. તે પતિને ચીનમાં બિઝનેસ કરવા માટે સારી તક મળે તે માટે પ્રેરિત કરતી રહે છે. રાજકુમાર રાવ માને છે કે ફિલ્મને સફળતા ચોક્કસપણે મળનાર છે. સુત્રોએ કહ્યુ છે કે એક કપલની આ શાનદાર યાત્રા રહેનાર છે.
ગુજરાતી મિખિલ મુસલ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. રાજકુમાર રાવ દિનેશ વિજનની ફિલ્મ સ્ત્રી બાદ બીજી વખત કામ કરનાર છે. દિનેશ કહે છે કે અમને ફિલ્મ માટે મૌની જેવી અભિનેત્રીની જરૂર હતી. જે સેન્સેટિવ પણ છે. તેની સાથે લોકો સીધી રીતે કનેક્ટ થઇ શકે છે. મૌની સારી ડાન્સર પણ છે. આ ફિલ્મ માટે મૌની રોય ગુજરાતી ભાષા શિખી રહી છે. રાજકુમાર રાવ ટુક સમયમાં પોતાના રોલને ન્યાય આપવા માટે તૈયારી શરૂ કરશે. મૌની રોય પાસે મોટા બેનરની ફિલ્મો પણ આવી રહી છે.