આ એક્ટર ટૂંક સમયમાં ‘ધ કપિલ શર્મા’ શોમાં પરત ફરશે, એક્ટરે ખુલાસો કર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

‘ધ કપિલ શર્મા શો’ની પહેલી સિઝન ૨૦૧૬ માં પ્રસારિત થઈ, ત્યારથી શોમાં નવા અને જૂના કોમેડિયન આવતા અને જતા રહ્યા, જોકે ડૉ. મશૂર ગુલાટી ઉર્ફે સુનીલ ગ્રોવર અને દાદી ઉર્ફે અલી અસગર શોમાં પાછા ફર્યા ન હતા, જેને દર્શકોએ ખૂબ જ મિસ કર્યા. સપના બનીને હસાવનાર કૃષ્ણા અભિષેક પણ છેલ્લા કેટલાક સમયથી શોથી દૂર છે, જેને ‘બિગ બઝ’થી કંઇ ખાસ લોકપ્રિયતા મળી નથી. તેણે હવે ‘ધ કપિલ શર્મા શો’માં પરત ફરવાની વાત કરી છે. કૃષ્ણા અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ‘ધ કપિલ શર્મા શો’ અને તેની ટીમને મિસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. એક્ટરે ખુલાસો કર્યો કે જ્યારે તે શોમાં સામેલ થવાનો હતો ત્યારે ઘણા લોકોએ તેને ચેતવણી આપી હતી કે કપિલ શર્મા પહેલા જેવો નથી રહ્યો. લોકોએ તેને કપિલ શર્મા સાથે કામ ન કરવાની સલાહ આપી હશે, પરંતુ કૃષ્ણાએ આ બધી બાબતોને અવગણીને કપિલ શર્મા સાથે કામ કર્યું અને લોકપ્રિય બની ગયો. તે કહે છે, ‘કપિલ ખૂબ મહેનત કરે છે. તે લોકોને હસાવવા માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે.

કૃષ્ણા અભિષેકે એ સમાચારોને ફગાવી દીધા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કપિલ શર્મા સાથે તેના મતભેદ છે. કપિલ સાથે કામ કરવાનો આનંદ વ્યક્ત કરતાં અભિનેતાએ કહ્યું, ‘અમે ટૂંક સમયમાં સાથે જોવા મળીશું.’ કૃષ્ણા કપિલનું ખૂબ સન્માન કરે છે. જણાવી દઈએ કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકે તેમની સફર ‘કોમેડી સર્કસ’થી શરૂ કરી હતી. એક્ટરે વધુમાં કહ્યું, ‘અમે લગભગ ૪ વર્ષ સુધી એકબીજાની સંભાળ લીધી. લોકડાઉન દરમિયાન કામ કરતી વખતે અમે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો તે અમે જાણીએ છીએ.

કોન્ટ્રાક્ટને લઈને થોડી સમસ્યા હતી, પરંતુ કપિલ સાથે કોઈ અણબનાવ નથી. દર્શકો ક્રિષ્નાને ફરીથી શોમાં સપના બ્યુટી પાર્લરની જવાબદારી સંભાળતા જોવા માટે ઉત્સુક છે. લોકો સુનીલ ગ્રોવરને પણ મશહૂર ગુલાટીના રોલમાં જોવા માંગે છે, જેની સાથે કપિલ શર્માની લડાઈ ઘણા વિવાદોમાં રહી હતી. ૩૯ વર્ષીય કૃષ્ણા અભિષેકે ‘નચ બલિયે ૩’ અને ‘ઝલક દિખલા જા ૪’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તેણે ‘ઓએમજી! યે મેરા ઈન્ડિયા’, ‘કોમેડી નાઈટ્‌સ બચાઓ’ જેવા શો હોસ્ટ કર્યા છે. તેમની પત્ની કાશ્મીરા શાહ બોલિવૂડની જાણીતી હસ્તી છે. કપલ આજે બે બાળકોના માતા-પિતા છે.

Share This Article