રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરનાર રિયાઝ અને ગૌસ મોહમ્મદ રાજસ્થાનના ૮ જિલ્લામાં આઇએસઆઇએસ માટે સ્લીપર સેલ બનાવી રહ્યા હતા. રિયાઝે આ માટે પાકિસ્તાનના કરાચીમાં આતંકવાદીની ટ્રેનિંગ પણ લીધી હતી. ભાસ્કરની ટીમે આરોપીના સંબંધીઓ, પાડોશીઓ અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને રાજસ્થાનમાં આતંક ફેલાવવાનું મોટું ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રિયાઝ જબ્બાર ૨૦ વર્ષ પહેલાં ઘર છોડી ગયો હતો. રોજગારની શોધમાં ઉદયપુર આવેલો રિયાઝ પાકિસ્તાનમાં બેઠેલો એક મૌલાના દ્વારા બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. તેના લગ્ન કરાવ્યા અને પછી તેને ટ્રેનિંગ માટે અને ગૌસ મોહમ્મદને પાકિસ્તાન મોકલ્યો હતો. ટ્રેનિંગ બાદ રિયાઝે તેની સાથે ગૌસ મોહમ્મદ જોડાયો હતો. બંને ઉદયપુર, ભીલવાડા, અજમેર, રાજસમંદ, ટોંક, બુંદી, બાંસવાડા, જોધપુર જિલ્લામાં તેઓ ગરીબ અને બેરોજગાર યુવાનોને ઉશ્કેરીને સ્લીપર સેલ બનાવી રહ્યા હતા. આશંકા છે કે આ સ્લીપર સેલ આઇએસઆઇએસ માટે બનાવવામાં આવી રહ્યા હતા. આ માટે આરબ દેશોમાંથી ફંડિંગ પણ કરવામાં આવ્યું હતું. બંને આરોપીએ કરૌલી, જોધપુર, ભીલવાડા બાદ ઉદયપુરમાં રમખાણો મચાવવા માટે કનૈયાલાલની હત્યા કરી હતી.
રિયાઝ ૨૦ વર્ષ પહેલાં ઘર છોડીને ઉદયપુર આવ્યો હતો. અહીં તેની ગૌસ મોહમ્મદ સાથે મિત્રતા થઈ. બંને મોટા ભાગનો સમય સાથે રહેતા હતા. આ દરમિયાન રિયાઝ પાકિસ્તાનથી ઓપરેટ થતું ગ્રુપ દાવત-એ-ઈસ્લામની સાથે સંપર્કમાં આવ્યો હતો. આ ગ્રુપે તેના લગ્ન પણ કરાવ્યા હતા. પાકિસ્તાનમાં બેઠેલા મૌલાનાએ રિયાઝનું બ્રેનવોશ કર્યું, તેને તથા ગૌસ મોહમ્મદને ટ્રેનિંગ માટે પાકિસ્તાન બોલાવ્યા હતા. વર્ષ ૨૦૧૪માં રિયાઝ અને ગૌસ મોહમ્મદ ૩૦ લોકો સાથે પાકિસ્તાનના કરાચી ગયા હતા. તેમની સાથે ઉદયપુરના વસીમ અખ્તરી અને અખ્તર રાજા પણ ત્યાં હતા. અહીં તેને આતંકવાદી સંગઠનોએ ટ્રેનિંગ આપી હતી. ૪૫ દિવસની ટ્રેનિંગ પછી ૧ ફેબ્રુઆરી ૨૦૧૪માં બંને ભારત પરત ફર્યા હતા. બંને દાવત-એ-ઈસ્લામી અને પાકિસ્તાનનો રાજકીય પક્ષ તહરીક-એ-લબ્બેકના સંપર્કમાં હતા. રિયાઝ અને ગૌસ મોહમ્મદ ૨૦૧૪ અને ૨૦૧૯માં સાઉદી અરેબિયા અને ૨૦૧૭-૧૮માં નેપાળ ફંડિંગ માટે ગયા હતા. સાઉદી અરેબિયામાં તે સલમાન અને અબુ ઈબ્રાહિમ સાથે સતત સંપર્કમાં હતા. આ બંને દાવતે-એ-ઈસ્લામ સંગઠન સાથે પણ જોડાયેલા હતા. આરબ દેશોના ફંડિંગથી બંનેએ પહેલા ગરીબ અને બેરોજગાર યુવાનોને મદદ કરી અને તેમને વિશ્વાસમાં લીધા હતા. બંનેનો હેતુ રાજસ્થાનમાં સ્લીપર સેલનું નેટવર્ક બનાવવાનો હતો. રિયાઝ અને ગૌસ મોહમ્મદે ઉદયપુર, બાંસવાડા, જોધપુર, ભીલવાડા, અજમેર, રાજસમંદ, ટોંક, બુંદી જિલ્લાના યુવાનોને ઘણા વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડ્યા હતા. ગ્રુપમાં બ્રેનવોશ કરવા માટે ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરતા હતા. રિયાઝ યુવકોને અન્ય ધર્મના લોકો પર હુમલો કરવા માટે ઉશ્કેરતો હતો. તેમને કહેતો કે બદલો લો અથવા બંગડીઓ પહેરી લો. રિયાઝે વીડિયો જાહેર કરીને ઉદયપુરના હિસ્ટ્રીશીટર અને બદમાશોને પણ હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. નૂપુર શર્માના નિવેદન બાદ સાઉદી અરેબિયાના સલમાન અને અબુ ઈબ્રાહિમે પણ રિયાઝ અને ગૌસને ‘ઉદાહરણ બતાવવા’ માટે જણાવ્યું હતું. આ પછી ૨૦ જૂને બંનેએ ઉદયપુરમાં કેટલાક લોકો સાથે બેઠક કરી અને કનૈયાલાલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. એનઆઇએની તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓની પાકિસ્તાનના આઠથી ૧૦ મોબાઈલ નંબરો પર સતત વાતચીત કરવામાં આવી રહી હતી. કનૈયાલાલને ૧૫ જૂનથી મારી નાખવા બાબતની ધમકી મળી રહી હતી. કનૈયાલાલના પાડોશી દુકાનદાર અને એક મહિલાએ અગાઉ પણ ધમકી આપી હતી.
રિયાઝ અને ગૌસની ટીમ કનૈયાલાલની દરેક હલચલ પર નજર રાખી રહી હતી. ગૌસે કનૈયાલાલની હત્યા કરવા માટે હથિયાર પણ બનાવ્યું હતું. રિયાઝે એક વીડિયો બનાવીને કનૈયાલાલની હત્યા કરવાનું પણ જાહેર કર્યું હતું. ત્યાર બાદ ૨૮ જૂને રિયાઝ અને ગૌસે કનૈયાલાલની દુકાન ખોલ્યાના થોડા જ કલાક બાદ હત્યા કરી નાખી હતી. બન્નેએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો. રિયાઝ અત્તારીના તાર આતંકવાદી સંગઠન અલસુફા સાથે પણ જોડાયેલા છે. તેણે અલસુફા માટે ઉદયપુર અને નજીકના વિસ્તારોમાં ૫ વર્ષથી કામ કરી રહ્યો હતો. પહેલાં તે મુજીબની નીચે કામ કરતો હતો. ૩૦ માર્ચે, ચિત્તોડના નિમ્બહેડામાં પોલીસે ૩ આતંકવાદી પાસેથી ૧૨ કિલો વિસ્ફોટકો જપ્ત કર્યા હતા, જેમાં જયપુર અને અન્ય સ્થળોએ સિરિયલ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટોંકનો રહેવાસી મુજીબ આ કેસમાં જેલમાં બંધ છે. અન્ય એક આતંકી ગૌસ મોહમ્મદને થોડા મહિના પહેલાં રિયાઝે ટીમમાં સામેલ કર્યો હતો. રિયાઝ મોબાઈલ, ઈન્ટરનેટ કોલિંગ અને સોશિયલ મીડિયા દ્વારા ૈંજીના સીધા સંપર્કમાં હતો, કારણ કે અલસુફાના મોટા ભાગનાં મોટાં નામો નિમ્બહેડામાં વિસ્ફોટક જપ્તીના કેસમાં જેલમાં છે.