હિન્દુ પંચાંગ અનુસાર ઉદિત તિથિ મુજબ શુક્રવારે એટલે કે 11 મી ઓક્ટોબરએ માતાજીની આઠમનો હવન કરશે , તેમજ કુળદેવીના નૈવેદ્ય અર્પણ કરી શકાશે . શહેરના બધા જ મોટા મંદિરોમાં આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરંગપુરા ગામ પાસે આવેલ પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં પણ હવનનું આયોજન કરવામાં આવેલ છે. આ પૌરાણિક મંદિર એકમાત્ર મંદિરમાં ગબ્બર પણ આવેલ છે.
મંદિરના ટ્રસ્ટી નટવરલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આ મંદિર 400 વર્ષ જૂનું છે.તેમના જણાવ્યા અનુસાર 2017-18 માં માતાજી સાક્ષાત પગલાં પાળેલ હતા. અહીં આવતા ભક્તો જે પણ સાચા ભાવે માનતા રાખે છે તે પૂર્ણ થાય છે. મંદિરમાં દર વર્ષે આસો મહિનાની આઠમના દિવસે ખાસ હવનનું આયોજન કરવામાં આવે છે. આ હવનમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શેને આવે છે , હવનમાં આવતા દરેક ભક્તો માટે ખાસ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભક્તો ઉત્સાહભેર માતાજીના હવનમાં ભાગ લે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે મંદિરમાં મોડી રાત સુધી ભક્તોની લાઈનો લાગે છે. બાળકોને માતાજીના ગબ્બર દર્શન માં વિશેષ આનંદ મળે છે. જો તમે પણ આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો ખાસ આઠમના દિવસે દર્શનનો લ્હાવો લેવાનું ભૂલતા નહિ .