લંડન : હાલના સમયમાં વિશ્વના ઘણા દેશોનો વિકાસ એટલો બધો થયો છે કે જ્યાં જીવન જરૂરી કામ પણ મશીનો કરવા લાગ્યા છે. તેમની આર્થિક સ્થિતિ એટલી સારી છે કે તેઓ તેમના દેશોનો આટલો સારો વિકાસ કરી શકયા છે અને વર્લ્ડમાં તેમનું નામ વિકસીત દેશમાં સામેલ કરવામાં આવે છે. ત્યારે ઘણા દેશ એવા પણ છે કે જેમનો વિકાસ નથી થયો. આ દેશો એટલા ગરીબ છે કે તેઓ નિરક્ષરતા, ગરીબી, મોંઘવારી અને બેરોજગારીથી પીડિત છે. અહીંના નાગરિકોને પોતાની નાની નાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. ગરીબી એ એક સમસ્યા છે જે છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વભરમાં ચિંતાનો વિષય છે. દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જ્યાં લોકો ગરીબીમાં જીવન જીવવા માટે મજબૂર છે. આ લોકો એટલા ગરીબ છે કે તેમને તેમની રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે.
વર્ષ 2024માં પણ વિશ્વના ઘણા દેશો આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. આજે વિશ્વ પાસે પૂરતી સંપત્તિ અને સંસાધનો છે કે સમગ્ર માનવ જાતિ જીવનના સારા ધોરણનો આનંદ માણી શકે છે. આ સંપત્તિ સતત વધી રહી છે, પરંતુ તેમ છતાં કેટલાક દેશો હજુ પણ અત્યંત ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે. અમે તમારી સમક્ષ વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદી રજૂ કરી રહ્યા છીએ, જે દર્શાવે છે કે અહીં રહેતા લોકો કઇ કઇ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. વિશ્વના કેટલાક દેશો વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે ત્યારે હજુ પણ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં લોકોને બે ટકનું ભોજન પણ યોગ્ય રીતે મળી શકતું નથી. તે દેશોમાં સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોની મૂળભૂત જરૂરિયાતો માટે ખોરાક પણ યોગ્ય રીતે આપવામાં આવતો નથી.
આફ્રિકન દેશ દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી ગરીબ દેશ છે. દક્ષિણ સુદાનમાં 11 મિલિયન લોકો અત્યંત ગરીબ છે. દક્ષિણ સુદાનની રાજધાની જુબા છે. 2011 માં સ્વતંત્રતા પછી, દક્ષિણ સુદાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. તેલ ભંડાર સમૃદ્ધ હોવા છતાં, દક્ષિણ સુદાનનું અર્થતંત્ર સ્થિર છે. બુરુન્ડી વિશ્વનો બીજો સૌથી ગરીબ દેશ છે. આ દેશ લાંબા સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે. અહીંના 80 ટકા લોકો ખેતી પર ર્નિભર છે. આજે પણ બુરુન્ડીને પાણી, વીજળી વગેરે જેવી મૂળભૂત બાબતો માટે સંઘર્ષ કરવો પડે છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક એ વિશ્વનો ત્રીજો સૌથી ગરીબ દેશ છે. સોનું, તેલ, યુરેનિયમ અને હીરા જેવા અનેક કિંમતી રત્નો હોવા છતાં અહીં ગરીબી છે. આ દેશની કુલ વસ્તી 55 લાખ છે. સોમાલિયા વિશ્વનો ચોથો સૌથી ગરીબ દેશ છે. આ દેશમાં અસ્થિરતા, લશ્કરી અત્યાચાર અને