બેંગલોર : કર્ણાટક કટોકટી દિન પ્રતિદિન વધુને વધુ ઘેરી બની રહી છે. કટોકટી વચ્ચે આજે હોબાળો જારી રહ્યો હતો. બેંગલોરમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૨૧ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી કોંગ્રેસની તકલીફ વધી ગઇ છે. કર્ણાટકના મામલે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો હતો. જેના લીધે રાજ્યસભાની કામગીરી મોકુફ કરવાની ફરજ પડી હતી. કર્ણાચકમાં રાજકીય કટોકટી વચ્ચે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ બીકે હરિપ્રસાદે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કર્ણાટકની રાજનીતિ હાલમાં ગંભીર બની રહી છે. કર્ણાટકમાં અસંતુષ્ટ ધારાસભ્યોએ ગોવા જવાની યોજના બદલી નાંખી છે. હવે આતમામ સભ્યો મુંબઇમાં જ રોકાનાર છે. કર્ણાટકના મુદ્દે રાજ્યસભામાં ધાંધલ ધમાલ જારી છે.
કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ એકબીજા સામે આંકરા પ્રહારો કર્યા હતા. કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર કોઇ પણ સમય ધરાશાયી થઇ શકે છે. કારણ કે આ ગઠબંધન સરકારના મોટી સંખ્યામાં સભ્યો અસંતુષ્ટ દેખાઇ રહ્યા છે. ગઠબંધનના ૧૪ સભ્યો પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે.