સાઉથના સુપર સ્ટારે પોતાની પત્ની સાથે કંઇક આવી રીતે ઊજવી લગ્નની 14મી એનિવર્સરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુપરસ્ટાર મહેશબાબૂ અને પત્ની નમ્રતા શિરોડકરે તાજેતરમાં જ પોતાના લગ્નની ૧૪મી એનિવર્સરી ઊજવી હતી. આ પ્રેમી જોડું હંમેશાં પોતાની પ્રેમકહાણી અને જીવનમાં એકબીજાનું સમર્થન કરવાની રીતથી દેશભરમાં પ્રશંસકોનું દિલ જીતે છે.

મહેશબાબૂ ઘણીવાર સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહે છે. તેઓ નિયમિત રીતે ઘણા સામાજિક કાર્યો અને ગતિવિધિઓમાં વ્યક્તિગત રીતે સામેલ છે અને આ વખતે આ જોડીએ ૬૫૦ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને બપોરનું ભોજન જમાડીને પોતાની એનિવર્સરી સેલિબ્રેટ કરી. નેત્રહીન બાળકોને જમાડીને મહેશબાબૂ અને નમ્રતાએ સેલિબ્રેટ કરી એનિવર્સરી.

maheshbabu e1550133386242

આ જ પ્રકારનો કાર્યક્રમ બેગમપેટમાં દેવનાર સ્કૂલ ઑફ બ્લાઇન્ડના વિદ્યાર્થીઓ માટે પણ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્ટારજોડીએ દાન માટે પોતાની કમાણીનો એક હિસ્સો પણ દાન કર્યો છે.

સુપરસ્ટાર મહેશબાબૂની લોકપ્રિયતા ફક્ત સાઉથ માર્કેટમાં જ નહીં પરંતુ આખા દેશમાં અને સાથે જ વિદેશોમાં પણ ફેલાયેલી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ભારત એન નેનુ’ નામની રાજકીય થ્રિલરને શાનદાર સમીક્ષા મળી હતી અને તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક હતી. એટલું જ નહીં, બોલિવુડન ફિલ્મો સહતિ આ ૨૦૧૮ની સૌથી મોટી હિટ હતી. હાલમાં મહેશ પોતાની ૨૫મી ફિલ્મ મહર્ષિનું શૂટિંગ કરી રહ્યા છે જેમાં પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Share This Article