અમદાવાદ: ગુજરાતમાં એક ખૂબ જ ઐતિહાસિક ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં સુરતના 30 બિઝનેસ એન્ટરપ્રેન્યોરસ્ અને અમદાવાદના 35 બિઝનેસ એન્ટરપ્રેન્યોરસ્એ RC-12 લોન્ચ કર્યું હતું. જે વિશ્વ વિખ્યાત રેફરન્સ ક્લબનું બારમું પ્રકરણ છે. રેફરન્સ કલબના ફાઉન્ડર મેહુલ હિરપરા અને અમદાવાદના રિજનલ ચેરમેન જય ઠાકરના માર્ગદર્શન હેઠળ રેફરન્સ ક્લબ 12મા ચેપ્ટરના ચેપ્ટર ડાયરેક્ટર આનંદ જાંબુવાલા, પ્રેસિડેન્ટ તરીકે રૂપેશ અમીન(ઉત્સવ ઈવેન્ટ્સ), વાઇસ પ્રેસિડેન્ટ તરીકે બબીતા શર્મા(પોની બેવરેજીસ), સેક્રેટરી ટ્રેઝરર તરીકે અક્ષય ત્રિવેદી(દીપ ઇન્ટિરિયર્સ), લીડ વિઝિટર હોસ્ટ તરીકે તપેશ દેસાઈ (ઝિટેક ડિકાર્બ) અને ગ્રોથ પાર્ટનર તરીકે પ્રતીક શુક્લા જેવા બહોળો બિઝનેસ અનુભવીઓને ચેપ્ટરના હોદ્દેદારો તરીકે નીમવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં હાજર સભ્યોને RC-12ની આગામી વ્યૂહરચના વિશે માહિતગાર કર્યા હતા અને ચેપ્ટર ટાઈટલ સ્પોન્સર સોનુ પોરવાલ અને અન્ય સ્પોન્સર્સનું સન્માન કર્યું હતું. ઇવેન્ટના એંકર્સ સુભોજિત સેન અને નિશિત ભાટીએ તેમની શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. હવે આરસી-13 માટેની પ્રવૃતિઓ ચાલી રહી છે.