ભારતની પ્રથમક્રમની નોટબુક બ્રાન્ડ આઇટીસીની ક્લાસમેટ અને રેડિયો મિર્ચી શાળાના વિદ્યાર્થીઓ માટે દેશની સૌથી મોટી સ્પેલિંગ કોમ્પિટિશન ક્લાસમેટ સ્પેલ બીની ૧૧મી સિઝન યોજી રહ્યું છે. આ અનોખી સ્પર્ધા દેશના બેસ્ટ સ્પેલર્સને તેમની ક્ષમતાઓ તથા વિશિષ્ટ સ્પેલિંગ કૌશલ્યોની ઓળખ કરવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સ્પેલિંગ કોમ્પિટિશન હંમેશાથી પાછલી સિઝનની તુલનામાં વધુ સમૃદ્ધિ અને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાની ખાતરી આપે છે. ક્લાસમેટ સ્પેલબી દેશના ૩૦ શહેરોની ૧૦૦૦ શાળાઓમાં ફરીને ધોરણ ૫થી૯ના ૬,૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. દેશભરના વિદ્યાર્થીઓ www.classmatespellbee.in ઓનલાઇન મારફતે પણ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. સ્પર્ધાના ટોચના ૧૬ સ્પર્ધકોને તેમના કૌશલ્યોને ડિસ્કવરી ચેનલ, ડિસ્કવરી કિડ્સ અને ડિસ્કવરી તમિળ ઉપર પણ પ્રદર્શિત કરવાની તક મળશે. ક્લાસમેટનું માનવું છે કે દરેક બાળક વિશિષ્ટ છે. આ માન્યતાને આગળ ધપાવતા સ્પર્ધાની થીમ એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક એન્ડ સો ઇઝ એવરી વર્ડ રાખવામાં આવી છે, જે વિશિષ્ટતાની ઉજવણી કરતી બ્રાન્ડની ફિલસૂફીને આવરી લે છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં આઇટીસીના એજ્યુકેશન અને સ્ટેશનરી પ્રોડક્ટ્સ બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી શૈલેન્દ્ર ત્યાગીએ જણાવ્યું હતું કે, “ક્લાસમેટ હંમેશાથી દરેક બાળકોની વિશિષ્ટતાની ઓળખ કરવા અને તેને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્ન કરતું રહ્યું છે. ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ ક્લાસમેટ બ્રાન્ડની દરેક બાળકની વિશિષ્ટતાની ઉજવણીના ખ્યાલને આગળ લઇ જશે કારણકે તે દેશના વિવિધ પ્રદેશોના વિદ્યાર્થીઓને પોતાના અસાધારણ કૌશલ્યો અને પ્રતિભાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર પ્રદર્શિત કરવાની તક આપે છે. ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ અમે ગત વર્ષે હાંસલ કરેલી ઉંચાઇઓને આગળ લઇ જશે તથા સ્કૂલ કોન્ટેક પ્રોગ્રામ દ્વારા ભારતના વધુ શહેરો અને વધુ શાળાના વિદ્યાર્થીઓને આ સિઝનમાં આવરી લેવાશે. આ ઉપરાંત વિશેષ વેબસાઇટ દ્વારા પણ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સાંકળવામાં આવશે. બ્રાન્ડ નોટબુક, રાઇટીંગ, ડ્રોઇંગ, આર્ટ સ્ટેશનરી અને મેથ ઇન્સ્ટ›મેન્ટ જેવી નવીન અને વિશ્વસ્તરીય પ્રોડક્ટ્સ સાથે બાળકના સપનાઓને સાકાર કરવા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.”
એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક (ઇંડિયા) લિમિટેડના સીઓઓ શ્રી મહેશ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “દર વર્ષે સ્પેલ બી વધુ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોને પોતાની સાથે સાંકળી રહ્યું છે. સ્પેલ કોમ્પિટિશન તરીકે પ્રારંભ કર્યાં પછી આજે તે હાયર લેવલે અંગ્રેજી ભાષા માટેની લેન્ડમાર્ક ઇવેન્ટ બની ગઇ છે. તે દેશભરના તેજસ્વી વિદ્યાર્થીઓને એક વિશ્વસનીય એજ્યુટેઇનમેન્ટ આધારિત પ્લેટફોર્મ ઉપર લાવે છે. ઓનલાઇન માધ્યમથી વધુ વિદ્યાર્થીઓને સાંકળવાના અમારા સખત પ્રયાસોની સાથે દેશભરના ૩૦ શહેરોમાંથી આ વર્ષે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે. દર વર્ષની માફક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમના કૌશલ્યોને નેશનલ પ્લેટફોર્મ ઉપર પ્રસારિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સ્પર્ધામાં ભાગ લેવા સાથે સ્પર્ધાકમાં ગૌરવની લાગણી પણ ઉમેરાઇ છે.”
ક્લાસમેટના માર્કેટિંગ મેનેજર શ્રી અભિષેક આનંદ અને આઇટીસીના ઇએસપીબી ખાતેની માર્કેટિંગ ટીમે વિદ્યાર્થઈઓને સાંકળવા અને તેમની સુધી પહોંચવા માટે આ મલ્ટી લેયર્ડ એંગેજમેન્ટ પ્લેટફોર્મને કસ્ટમાઇઝ કર્યું છે. સિઝન ૧૦માં ક્લાસમેટ સ્પેલ બીએ વિશેષ વેબસાઇટ દ્વારા તમામને સાંકળ્યા બતાં. લર્નિગ મોડ્યુલ્સ, ટેસ્ટ, ઇન્ટરેક્ટિવ બ્લોગ અને કન્ટેસ્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ કન્ટેન્ટનું નિર્માણ કરાયું હતું. આ વર્ષે મોબાઇલ એપ અને વેબ આધારિત લ‹નગ અને પ્રેક્ટિસ સોલ્યુશન્સ દ્વારા સહભાગીઓને સાકલ્યવાદી શૈક્ષણિક અનુભવ પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
ક્લાસમેટનું માનવું છે કે દરેક બાળક વિશિષ્ટ છે અને તેને પોતાના સપનાને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરવા જાઇએ તથા બાળક અન્યોની જગ્યાએ પોતાનું સ્વ-મૂલ્યાંકન કરે તે આવશ્યક છે. દરેક વ્યક્તિએ પોતાની સાથે સ્પર્ધા કરવી જાઇએ, નહીં કે અન્યોની સાથે. ક્લાસમેટ બાળકોને વિશ્વસ્તરીય સ્ટેશનરી પ્રોડક્ટ્સ જેમ કે નોટબુક, પેન, મીકેનીકલ પેન્સીલ, મેથ ઇન્સ્ટ›મેન્ટ્સ અને આર્ટ સ્ટેશનરીની વિશાળ શ્રેણી સાથે ઉભરવામાં મદદરૂપ બને છે.
ક્લાસમેટ વિદ્યાર્થીઓને પોતાની જાતમાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી તેઓ સારું પ્રદર્શન કરી શકે. બ્રાન્ડનું હંમેશાથી માનવું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય સેલ્ફ-ઇમ્પ્રુવમેન્ટ હોવું જાઇએ. ક્લાસમેટ સ્પેલ બી સ્પર્ધા દ્વારા આ વિચારોને ઓન-ગ્રાઉન્ડ ઉપર જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેનાથી બે ઉદ્દેશ્યો હાંસલ કરવામાં આવે છે. એક, વિદ્યાર્થીઓને કૌશલ્યો પ્રદર્શિત કરવા માટે પ્રેરણા આપવી અને બીજું, ભાષા ઉપર પ્રભુત્વ હાંસલ કરવા માટે તે એક ઇન્સ્ટમેન્ટ તરીકે કામ કરશે.
ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ની વિગતોઃ
ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ના નેશનલ ચેમ્પિયન રૂ. ૨,૦૦,૦૦૦નું ઇનામ જીતવાની સાથે-સાથે યુએસએના વોશિંગ્ટન ડીસી ખાતે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ૨૦૧૯માં ઉપસ્થિત રહેવાની પણ તક સાંપડશે તથા આ ટ્રીપના તમામ ખર્ચની પણ ચૂકવણી કરવામાં આવશે. ૪ સેમી-ફાઇનલિસ્ટ પ્રત્યેક રૂ. ૫૦,૦૦૦નું રોકડ ઇનામ મેળવશે. ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૧ના વિજેતા અને સેમી-ફાઇનલિસ્ટ માટેની ગ્રાન્ડ પ્રાઇઝ ક્લાસમેટ દ્વારા ખાસ ડિઝાઇન કરાઇ છે, જેથી વિદ્યાર્થીઓને પોતાના દિલની વાત સાંભળીને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે.
સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં ઓન-ગ્રાઉન્ડ એક્સરસાઇઝનો સમાવેશ થશે, જેમાં શાળા દ્વારા વિદ્યાર્થીઓના સ્પેલિંગ ટેસ્ટ લેવાશે. શાળામાં ટોચનો સ્કોર હાંસલ કરનાર વિદ્યાર્થી સિટી ફિનાલે રાઉન્ડમાં સ્પર્ધા કરશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી સેમી-ફાઇનલમાં જશે. પ્રત્યેક શહેરમાંથી ટોપ ૧૦ વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેસ્ટમાં ઉપસ્થિત થશે, જ્યાં દેશભરના ૧૬ બેસ્ટ સ્પેલર્સની પસંદગી કરાશે. આ વિદ્યાર્થીઓ ક્લાસમેટ સ્પેલ બી ચેમ્પિયનનું ટાઇટલ જીતવા માટે ગ્રાન્ડ ફિનાલેમાં સ્પર્ધા કરશે.
આ વર્ષે ટાઇમ્સ એનઆઇઇ એજ્યુકેશન પાર્ટનર, ડિસ્કવરી કિડ્સ પ્રોડક્શન અને ટેલીવિઝન પાર્ટનર તથા વિક્ટર ટેંગો ઇવેન્ટ પાર્ટનર છે.