શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વિશે વિવાદાસ્પદ નિવેદન કરી ભાષા મર્યાદા ભૂલ્યા છે. શિવાજીની પ્રતિમા પર હાર અર્પણ કરવા ગયેલા યોગી આદિત્યનાથ પર પ્રહાર કરતા કહ્યું કે યોગી આદિત્યનાથને ચંપલથી મારવા જોઇએ.
ઠાકરેએ સીએમ યોગીને ભોગી ગણાવતા કહ્યું કે વિરારમાં શિવાજીની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કરવા દરમિયાન પોતાની પાદુકા ઉતારી ન હતી. યોગીને ચંપલથી મારવા જોઇએ. ઠાકરેએ જણાવ્યું કે ભગવાનના પ્રતિરૂપ શિવાજી મહારાજની પ્રતિમા સમક્ષ જતા પહેલા પાદુકા ઉતારવીએ તેમના પ્રત્યે સમ્માન દર્શાવે છે અને આ સામાન્ય રીતે થતું હોય છે જે યોગીએ કર્યું નહિં.
એક મરાઠી ચેનલ સાથે વાતચીત દરમિયાન શિવસેના પ્રમુખે આ ઘટના પર રોષ દર્શાવી કહ્યું કે યોગી આદિત્યનાથ સાથે બીજી શું અપેક્ષા રાખી શકાય? આ શિવાજી મહારાજનું અપમાન છે.
શિવસેના ૨૫ વર્ષથી બીજેપીની સહયોગી પાર્ટી છે, તો આપને આ વિશે અફસોસ છે? તે વિશે તેમને પુછતા શિવસેના પ્રમુખે જણાવ્યું કે કેટલીંક બાબતને લઇને અફસોસ જરૂર છે, કારણ કે ભાજપાની નવી પેઢીમાં હીન્દૂત્વના આદર્શ દેખાતા નથી.