દિપીકાની સાથે રહો અંદરથી ક્લીન અને બહારથી એક્ટિવ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ચાની કંપની ટાટા ગ્લોબલ બેવરેજીસે પોતાની ટેટલી ગ્રીન ટીની બ્રાન્ડ એમ્બેસેડર દિપીકા પાદુકોણને બનાવી છે. દિપીકા સાથે મળીને ટેટલી માટે એક નવા જ કેમ્પેઇનની શરૂઆત કરી છે. જેમાં પ્રોડક્ટની યુ.એસ.પી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ટેટલી ગ્રીન ટી પીવાથી તમને અંદરથી સ્વસ્થ કરશે અને જીવંત બનાવશે, સાથે જ તાજગી આપીને સક્રીય બનાવશે. ટેટલી ગ્રીન ટીમાં એક સફરજનથી ૫ ગણા વધુ એન્ટીઓક્સિડેન્ટ છે. રોજ એક કપ ગ્રીન ટી પીવાથી શરીર અંદરથી સ્વસ્થ થશે.

ટેટલી ગ્રીન ટીની એડમાં દિપીકાની નાની તેને માખણ વાળા પરાઠા ખાવા આપે છે, જીમ ક્લાસની બહાર સમોસા પર દિપીકાની નજર અટકી જાય છે અને ઘરમાં ઘરના બાળકો કુકીઝ લઇને દિપીકા પાસે આવે છે ત્યારે કોઇને પણ દિપીકા ના નથી કહી શકતી કારણકે આ તમામ લોકો તેના દિલની નજીક છે, પરંતુ સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ એટલી જ મહત્વની છે એટલે જ દિપીકા ટેટલી ગ્રીન ટી પીવે છે.

આ કેમ્પેઇન વિષે ટાટાના રીજનલ પ્રેસિડેન્ટ સુશાંત દાસ ટાટા કહે છે,  “ટાટાનો ફોકસ દરેક લોકો હેલ્ધી રહે તે છે. અમારુ લક્ષ્ય તમને સ્વસ્થ રાખવાનું છે, આજે ટાટા ટેટલી ભારતની પ્રિમીયમ બ્રાન્ડ છે. ટેટલી ગ્રીન ટી અલગ અલગ વેરાઇટીમાં ઉપલબ્ધ છે. ટેટલી ચાને અલગ અલગ સ્વાદ પસંદ કરનારા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ભારતમાં ટેટલી અગ્રીમ સ્થાન પર રહ્યું છે.”

ટાટા ગ્લોબલના ભારતીય પ્રમુખ પુનિત દાસે જણાવ્યું હતુ કે “ટેટલી ગ્રીન ટીને દૈનિક દિનચર્યામાંથી આળસ અને કમજોરી સામે લડવા તૈયાર કરવામાં આવી છે. ખૂબ જ ફિટ એવી દિપીકા પાદુકોણ સાથે અમે આ કેમ્પેઇન શરૂ કર્યુ છે અને આ કેમ્પેઇન તમને આ જ વાત યાદ કરાવતું રહેશે.”

Share This Article