ટેસ્ટ રેન્કીંગ : ભારત અને કોહલી પ્રથમ ક્રમાંક ઉપર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ફરીથી પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ભારતના હવે ૧૧૬ પોઈન્ટ છે અને તે વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ બનેલી છે. કેપ્ટન કોહલી બેટીંગની રેન્કીંગમાં ૯૨૨ પોઈન્ટ ધરાવે છે અને તે બીજા સ્થાન પર રહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમ્સન કરતા ૨૫ પોઈન્ટ આગળ છે. વિલિયમ્સનના ૮૯૭ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનાર ચેતેશ્વર પૂજારા ત્રીજા સ્થાન પર રહ્યો છે. જ્યારે યુવા ખેલાડી ઋષભ પંત રેન્કીંગમાં ૧૭માં સ્થાન છે. બોલરોમાં રબાડા હજુ પણ યાદીમાં ટોપ ઉપર છે.

જ્યારે ભારતીયોમાં રવિન્દ્ર જાડેજા, રવિચંદ્ર અશ્વિન ક્રમશઃ પાંચમાં અને નવમાં સ્થાને છે. બોલરોમાં બુમરાહ ૭૧૧ પોઈન્ટ સાથે ૧૫માં સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડને પોતાના ત્રીજા સ્થાનને જાળવી રાખવા માટે વિન્ડિઝની સામે શરૂ થતી ત્રણ મેચોની શ્રેણી જીતવી પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને પણ બે મેચોની શ્રેણીમાં મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવવા સારો દેખાવ કરવો પડશે. જા ઇંગ્લેન્ડ ૩-૦થી શ્રેણી જીતે છે તો તેના ૧૦૯ પોઈન્ટ થશે અને તે ભારત અને આફ્રિકા બાદ ત્રીજા સ્થાને રહેશે. જ્યારે શ્રેણીમાં પરિણામ કઈ પણ રહેવાની સ્થિતિમાં વેસ્ટ ઈÂન્ડઝ આઠમાં સ્થાને રહેશે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની વચ્ચે શ્રેણીના પરિણામ કઈ પણ રહેવાની સ્થિતિમાં બંને ટીમો ક્રમશઃ પાંચમાં અને છઠ્ઠા સ્થાને રહેશે. ઓસ્ટ્રેલિયાને ૨-૦થી જીત મેળવવાની સ્થિતિમાં ત્રણ પોઈન્ટ મળશે અને અને તેના ૧૦૪ પોઈન્ટ થશે. જ્યારે શ્રીલંકાને બે પોઈન્ટનું નુકસાન થશે અને તેના ૮૯ પોઈન્ટ થશે.

શ્રીલંકા ૨-૦થી જીત મેળવ છે તો તેના ૯૫ પોઈન્ટ થશે અને ઓસ્ટ્રેલિયાથી બે પોઈન્ટ પાછળ રહેશે. વિરાટ કોહલીના શાનદાર દેખાવના પરિણામ સ્વરૂપે અન્ય ખેલાડીઓ ખૂબ પાછળ છુટી રહ્યા છે. કોહલી ટોપ સ્થાન પર અકબંધ રહ્યો છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમની તાકાત અનેક ગણી વધી છે. પહેલા ટેસ્ટ શ્રેણી અને ત્યારબાદ વન ડે શ્રેણી ઓસ્ટ્રેલિયન જમીન પર જીતીને કોહલીની ટીમે નવો ઈતિહાસ સર્જ્યો હતો. ભારતે દ્વિપક્ષીય વન ડે શ્રેણી ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત જીતી છે. જ્યારે ટેસ્ટ શ્રેણી ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ જીતી છે. ૧૧૬ પોઈન્ટ સાથે ભારતીય ક્રિકેટ ટીમ પોતાની સ્થિતિ વધારે મજબૂત બનાવી શકી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ૧૧૦ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બેટ્‌સમેનોની યાદીમાં ઋષભ પંતે પણ શાનદાર આગેકૂચ કરી છે.

બોલરોમાં જસપ્રિત બુમરા ૭૧૧ પોઈન્ટ સાથે ૧૫માં સ્થાને છે.  ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે હવે વન ડે અને ટ્‌વેન્ટી શ્રેણી શરૂ થઈ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ ૨૩મી જાન્યુઆરીના દિવસે નેયિપરમાં મેકલિનપાર્ક ખાતે રમાનાર છે. પાંચ વનડે મેચોની શ્રેણી અને ત્રણ ટ્‌વેન્ટી મેચો આ શ્રેણી દરમિયાન રમાશે.

Share This Article