દિલ્હી અક્ષરધામ પર આંતકી હુમલાનું આયોજન કરનારા આતંકવાદી પકડાયા : એટીએસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આવનારી 26 મી જાન્યુઆરીએ દિલ્હીમાં જ્યારે પરેડ ચાલતી હોય તે જ સમયે અક્ષરધામ પર હુમલો કરવાનું કાવતરું ઘડનારા બે આતંકવાદી એટીએસનાં નીશાના પર આવ્યા હતા.

2, જાન્યુઆરીએ બે શંકાસ્પદ વ્યક્તિઓ કાશ્મીરથી શતાબ્દીમાં ઉત્તરપ્રદેશ આવ્યા હતા. જેમની ટિકીટ ન હોવાને કારણે અટકાયત કરવામાં આવી હતી. ત્યારથી એટીએસની તેમની પર નજર હતી. તારીખ 6 એ તેઓ દિલ્હીમાં જામા મસ્ઝીદ પાસે આવેલા ધ અલ રશીદ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. તેથી એટીએસ અને દિલ્હી પોલિસે સાથે મળીને તેમને પકડ્યાં હતા. તેમાંથી બિલાલ વાનીએ કબૂલ કર્યું હતુ કે તેઓ 26 મી જાન્યુઆરીએ અક્ષરધામ પર હુમલો કરવાનાં ઈરાદે આવ્યા હતા.

Share This Article