જમ્મુ કાશ્મીર અને દેશના જુદા જુદા ભાગોમાં અનેક મોટા હુમલા માટે જવાબદાર સંગઠન જેશે મોહમ્મદના લીડર મસુદ અઝહર પર આખરે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન પર ત્રાસવાદીઓ સામે પગલા લેવા તવાઇ વધી રહી છે. આવી સ્થિતીમાં હવે પાકિસ્તાન કેવા પગલા લે છે તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. પાકિસ્તાનમાં ટોપ ત્રાસવાદીઓ અને અપરાધીઓ છુપાયેલા છે. હવે તેમની સામે કેવા પગલા લેવામાં આવે છે તેના પર વિશ્વ સમુદાયની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતના ઉરીમાં સેનાના કેમ્પ પર હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલા હવાઇ હુમલાના કારણે ભારતે તેની પ્રચંડ તાકાતનો પરિચય આપ્યો છે. મસુદ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે.
આવી સ્થિતીમાં હવે શુ થાય છે તે સૌથી જરૂરી બાબત રહેશે. પાકિસ્તાન દશકોથી ત્રાસવાદીઓના મોટા કેન્દ્ર તરીકે છે અને દુનિયાના ટોપના ત્રાસવાદીઓ અને અપરાધીઓ ત્યાં છુપાયેલા છે તેવા હેવાલ વારંવાર આવતા રહે છે પરંતુ પાકિસ્તાન તેમની સામે કાર્યવાહી કરવાની સ્થિતીમાં નથી. મુંબઇ હુમલાના અપરાધીઓ અને માસ્ટરમાઇન્ડ જેવા કુખ્યાત ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લી રીતે ફરી રહ્યા હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. પાકિસ્તાન નિષ્ફળ રહેતા હવે નિર્ણાયક કાર્યવાહી કરવા માટેનો સમય હવે આવી ગયો છે. કારણ કે વારંવારના હુમલા અને સતત ઉશ્કેરણીજનક કૃત્યો પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓ દ્વારા જારી રાખવામાં આવ્યા છે.
અમેરિકા સહિતના દેશોના દબાણને કોઇ મહત્વ પાકિસ્તાન આપી રહ્યુ નથી. પાકિસ્તાન સરકારના દશકોથી આ પ્રકારના વલણના કારણે આજે પાકિસ્તાન વૈશ્વિક ત્રાસવાદીઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે અને દુનિયાભરના મોટા ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. જંગી ઇનામ ધરાવનાર ત્રાસવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી.ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલુ પાડી દેવામાં સફળ રહ્યુ છે પરંતુ હજુ કેટલાક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના કેમ્પ ચાલી રહ્યા છે.
ભારતમાં વારંવાર થતા હુમલાને રોકવા માટે વધારે એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. ભારતીય સેનાને ત્રાસવાદી ગતિવિધીને રોકવા માટે જા જરૂર પડે તો સરહદ પાર કરીને પણ કાર્યવાહી નિર્ણાયક રીતે કરવી જાઇએ. હાલમાં જ ભારતે સર્જિકલ હુમલા કરીને ખળભળાટ મચાવી દીધો હતો. વૈશ્વિક સ્તર પર ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો હતો. આવી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી. પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે. હવે ભારત વધુ કઠોર બન્યા બાદ પાકિસ્તાન પર તવાઇ આવી ગઇછે.