મેડ ઈન ચાઈનાના હથિયારો દ્વારા સરહદ પર આતંકવાદી ષડયંત્ર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પાકિસ્તાન ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પીઓકેમાં છુપાયેલા આતંકવાદીઓના જુદા જુદા ગ્રુપ વિશે માહિતી એકત્રિત કરી છે, જેઓ ઘૂસણખોરી માટે યોગ્ય તક શોધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી જે તસવીરો સામે આવી રહી છે તે પણ સાબિત કરે છે કે આતંકવાદીઓ એક ગ્રુપ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાની સેના ‘મેડ ઈન ચાઈના’ હથિયારોની મદદથી સરહદ પર એક મોટું આતંકવાદી ષડયંત્ર રચી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાન સેના પીઓકેના લોન્ચિંગ પેડ પર મોટી સંખ્યામાં આતંકીઓને એકઠા કરી રહી છે.

પાકિસ્તાની સેના આ આતંકવાદીઓને મદદ કરી રહી છે. આટલું જ નહીં, પાક આર્મી લોન્ચપેડની નજીક કોંક્રીટના બંકરો બનાવી રહી છે અને આ બંકરોમાં આતંકવાદીઓને છુપાવી રહી છે. જેથી કરીને ભારતીય સેનાની તેમની નજર ન પડે અને આ આતંકવાદીઓ ઘણા દિવસો સુધી આ બંકરોમાં છુપાઈને રહી શકે. હવે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેમની પેટર્ન પણ બદલી છે. હવે આ આતંકવાદીઓ અચાનક હુમલો કરી રહ્યા છે.

આતંકવાદીઓ હવે નક્સલવાદીઓની પદ્ધતિઓ અપનાવીને સશસ્ત્ર દળોને નિશાન બનાવી રહ્યા છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ અનંતનાગમાં બનેલી આતંકવાદી ઘટના છે. હાલમાં જ પૂંછમાં આતંકી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કોબરા કમાન્ડોની પ્રથમ બેચે જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં તાલીમ પૂર્ણ કરી છે અને તેને કુપવાડામાં તૈનાત કરવામાં આવી છે. આ પ્રથમ વખત છે જ્યારે માઓવાદી બળવાખોરો સામે લડવા માટે ૨૦૦૯માં રચાયેલી કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા)ને મધ્ય અને પૂર્વ ભારતમાંથી હટાવીને જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી છે. બિહાર અને ઝારખંડમાંથી કેટલીક કોબ્રા કંપનીઓ આંશિક રીતે પાછી ખેંચી લેવામાં આવી છે કારણ કે ત્યાં નક્સલી હિંસાના કેસમાં ઘટાડો થયો હતો. છ મહિના પહેલા જમ્મુ-કાશ્મીરના જંગલોમાં તેની ટ્રેનિંગ શરૂ થઈ હતી. હવે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને તેમને કુપવાડામાં તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ઓપરેશનમાં તેમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

સુત્રોથી એક સમાચાર એન્જસીને જાણવા મળેલી માહિતી જે જણાવીએ તો, હવે સેના એવા હથિયારો પર કામ કરી રહી છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ખૂબ જ સરળ છે. તેમાં એવી તોપો અને રોકેટ પ્રણાલીઓનો સમાવેશ કરવામાં આવશે જે ઉચ્ચ ગતિશીલતા ધરાવે છે એટલે કે જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. આનો અર્થ એ છે કે દળો હવે એવી બંદૂકો અને હથિયારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે વજનમાં ઓછા હોય અને કોઈપણ ભૂપ્રદેશમાં ઉપયોગમાં લઈ શકાય. ઉપરાંત, તેઓ આતંકવાદીઓ અને દૂર બેઠેલા દુશ્મનોને નિશાન બનાવી શકે છે.

Share This Article