જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેના પર આતંકી હુમલો થયો છે. પૂંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટીના ખાનેતરમાં આતંકવાદીઓએ સેનાના વાહનો પર ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર હુમલામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. હુમલા બાદ તરત જ સેનાના જવાનો એક્શનમાં આવ્યા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. હુમલામાં સામેલ આતંકીઓને પકડવા માટે સેના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે જમ્મુ-કાશ્મીર પોલીસના સુરક્ષા દળો દ્વારા રાજૌરીના માંજાકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ ૪ ટિફિન બોમ્બ,IED એક બુલેટ રાઉન્ડ, વોકી ટોકી સેટ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી.
વાસ્તવમાં, રાજૌરી અને પુંછમાં આતંકવાદને ખતમ કરવા માટે, સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને આ વિસ્તારમાં જ્યાં પણ આતંકવાદીઓ છુપાયેલા હોય, તેમને ઠાર કરી શકાય. દરમિયાન આજે સુરક્ષા દળોએ રાજૌરીના માંજાકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. ગુરુવારે જ એલજી મનોજ સિન્હાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સહિત ઘણા ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજૌરી અને પુંછમાં આતંકવાદને ખતમ કરવા માટે કેવા પગલા ભરવા જાેઈએ તે મુદ્દે ચર્ચા થઈ હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more