નવી દિલ્હી : ૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે ભારતીય સંસદ ઉપર પાંચ ખૂંખાર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો એ વખતે કરવામાં આવ્યો હતો જ્યારે સંસદ સત્રની કામગીરી ચાલુ હતી. આ આતંકવાદીઓએ સંકુલમાં પ્રવેશી જઈને અંધાધૂધ ગોળીબાર કર્યો હતો જેમાં નવ લોકોના મોત થયા હતા. શહીદ થયેલા નવલોકોમાં દિલ્હી પોલીસના પાંચ જવાનોનો સમાવેશ થાય છે. સંસદ પર હુમલાની ૧૭મી વરસીના દિવસે શહીદ જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ , રામનાથ કોવિન્દ અને અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. હુમલામાં અન્ય ચાર લોકો માર્યા ગયા હતા. જેમાં સીઆરપીએફની એક મહિલા અધિકારી, બે સંસદીય વોચ એન્ડ વોડ સ્ટાફના સભ્ય અને એક ગાર્ડનેરનો સમાવેશ થાયછે. આ ભીષણ હુમલામાં એક પત્રકારને પણ ઇજા થઈ હતી જેનું મોડેથી મોત થયું હતું. જા કે ભારતીય સેનાએ દિલધડક ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ સામે જંગ ખેલીને તમામ પાંચે આતંકવાદીઓને મોતને ઘાત ઉતારી દીધા હતા. આ આતંકવાદી હુમલાના કલાકોના ગાળામાં જ મુખ્ય અપરાધી અને જેશેમોહમંદના ત્રાસવાદી અફઝલગુરુની રાષ્ટ્રીય પાટનરમાં એક બસમાંથી પકડી લેવામાં આવ્યો હતો.
દેશભરમાં આજે શહીદોને અંજલિ આપાઇ હતી. ૧૩મી ડિસેમ્બરના દિવસે ૨૦૦૧ના દિવસે પાંચ ત્રાસવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. મોડેથી તમામ પાંચેય ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હુમલાના સંબંધમાં એકવર્ષ બાદ અફઝલ ગુરૂ સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને ટ્રાયલ દરમિયાન દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મોડેથી ગુરૂને ફાંસી આપી દેવામાં આવી હતી. આજથી ૧૭વર્ષ અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. સંસદ પર કરવામાં આવેલા હુમલાથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યુ હતુ. કારણ કે એ વખતે સંસદની કામગીરી ચાલી રહી હતી.