શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઝહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા ટોળકી ઉપર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક લોકો સાથે સુરક્ષા દળોની સંઘર્ષની સ્થિતિ કલાકો સુધી રહી હતી. સ્થિતિ વણસી જતા સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ગોળીબારમાં સાત નાગરિકોના મોત થતા સ્થિતિ વધારે વિસ્ફોટક બની ગઈ હતી. આતંકવાદી સંગઠનમાં સામેલ થયા પહેલા ઝહુર ટેરિટોરીયલ આર્મીમાં જાડાયો હતો. અથડામણના સ્થળે સુરક્ષા દળો પર વિરોધ કરી રહેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ બેકાબુ બની જતા સુરક્ષા દળોએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા.
પુલવામામાં ઈન્ટરનેટ સેવાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી. સાથે સાથે જમ્મુ વિસ્તારમાં બનિહાલ ટાઉનથી કાશ્મીર ખીણ સુધી રેલ સેવાઓને બંધ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ તોફાની ટોળાને અલગ કરવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં અથડામણના સ્થળે તોફાની ટોળાના લોકો એકત્રિત થયા હતા. ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળ્યા બાદ જાળ બિછાવીને ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા બાદ સ્થાનિક લોકો પથ્થરમારા ઉપર ઉતરી આવ્યા હતા. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ અથડામણ ત્રણ ત્રાસવાદીઓના મોત સાથે ૨૫ મિનિટના ગાળામાં જ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ સેનાના વાહનો ઉપર લોકોએ પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ વણસી ગઈ હતી. વો‹નગ સાથે સંબંધિત ગોળીબાર પણ કરાયો હતો પરંતુ ટોળા અલગ પડ્યા નથી.
જેથી નાગરિકો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં સાત લોકોના મોત થઈ ગયા હતા. અન્ય એકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ઉત્તર કાશ્મીરના બારમુલા જિલ્લામાં ઠોકર ફરાર થઈ ગયો હતો. તે સર્વિસ રાઈફલ લઈને ફરાર થયો હતો. ત્યારબાદ તે આતંકવાદી સંગઠનમાં જાડાયો હતો. અનેક હત્યાઓમાં તેની ભૂમિકા હતી. નાગરિકોના મોતને લઈને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ વિરોધ કરીને ટીકા કરી છે અને કહ્યું છે કે કાશ્મીરમાં ફરી રક્તપાતની સ્થિતિ સર્જાઈ છે. એકંદરે ૧૦ લોકોના મોત થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. નાગરિકોના જાન બચાવવામાં નિષ્ફળતા બદલ અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિકની ટીકા કરી હતી