નક્સલીઓનો ખાત્મો કરવા તૈયાર કરાયેલો માસ્ટર પ્લાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  માઓવાદીઓના એજન્ડાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષ માટે કેન્દ્ર સરકારે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. નક્સલવાદીઓ અને માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં આના ભાગરૂપે જારશોરથી વિકાસ કાર્યોને આગળ વધારી દેવામાં આવનાર છે. સાથે સાથે સરકારની યોજના છે કે આદિવાસી વિસ્તારોમાં નક્સલવાદીગ્રસ્ત ક્ષેત્રોમાં લોકો સુધી નક્સલીઓની વિકાસ વિરોધી છાપને પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે.

આદિવાસી સમુદાયના પછાતપણાના મામલાને જારશોરથી ઉઠાવવામાં આવનાર છે. સરકાર અને સુરક્ષા સંસ્થાઓ સાથે મળીને માઓવાદી ગતિવિધી પર બ્રેક મુકવા આક્રમક રીતે કામ કરનાર છે. મિડિયા માટે તૈયાર કરવામાં આવેલી માર્ગદર્શિકાને સરકારે મંજુરી આપી દીધી છે. પોલીસ ફોર્સ આધુનિકીકરણ યોજના હેઠળ માઓવાદી ક્ષેત્રોમાં નક્સલી  અને હિંસક ડાબોરી વિચારધારાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે.

આ તમામ અભિયાનને જન જન સુધી પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી બહુમતિવાળા વિસ્તારોમાં આદિવાસી લોકપ્રિય તરીકા સાથે તમામ બાબતોને લોકો સુધી પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. માઓવાદી દેશના અનેક રાજ્યોમાં સક્રિય થયેલા છે. હાલમાં નક્સલવાદી હુમલામાં ફરી એકવાર વધારો થયો છે. જેને ધ્યાનમાં લઇને રણનિતી તૈયાર કરવામાં આવી છે.

 

Share This Article