શ્રીનગર : ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના સાત આત્મઘાતી ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. આની સાથે જ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. તમામ શકમંદો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઘુસણખોરી કરી ગયેલા આત્મઘાતી ત્રાસવાદીઓ સ્વતંત્રતા દિવસના પ્રસંગે મોટા હુમલાને અંજામ આપી શકે છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ દ્વારા પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન જેશના ત્રાસવાદીઓને હુમલા કરવા માટે સુચના આપવામાં આવી છે. જેશના લીડર તરીકે હાલમાં મસુદ અઝહર તરીકે છે. તે પહેલાથી જ વૈશ્વિક ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવી ચુક્યો છે. આઇએસઆઇ દ્વારા જેશને કહેવામાં આવ્યુ છે કે તે ભારતમાં હુમલાને અંજામ આપે. વધુને વધુ લોકોના મોત થાય તે રીતે હુમલા કરવા માટે કહેવામાં આવ્યુ છે.
સુરક્ષા અધિકારીઓને દહેશત છે કે ત્રાસવાદી કોઇ મસ્જિદને ટાર્ગેટ બનાવી શકે છે. પાકિસ્તાન ભારત પર આરોપ કરી શકે તે માટે આ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી રહ્યી છે. ભારતમાં છ દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. આ કલમની જાગવાઇ હેઠળ જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યુ હતુ. જેશ અને અન્ય ત્રાસવાદી સંગઠનો આક્રમક મુડમાં દેખાઇ રહ્યા છે. ત્રાસવાદી સંગઠનો હુમલા કરવાની ફિરાકમાં દેખાઇ રહ્યા છે. કલમ ૩૭૦ની નાબુદી મામલે પાકિસ્તાન વિશ્વ સમુદાય સમક્ષ રજૂઆત કરી રહ્યુ છે પરંતુ તેની વાત કોઇ દેશ સાંભળી રહ્યા નથી. ત્રાસવાદીઓ હાઇ વે પર સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવી શકે છે. અનંતનાગમાં હાઇવે પર સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવી શકે છે.