હાલ ૩૦૦થી પણ વધુ ત્રાસવાદી સક્રિય……

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : જમ્મુકાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ સેના અને સુરક્ષા દળો ચલાવી રહ્યા છે. આમાં મોટી સફળતા પણ મળી છે. ૨૦૦થી પણ વધારે ત્રાસવાદીઓ ગયા વર્ષે ફુંકી મારવામાં આવ્યા હતા અને આ વર્ષે જોરદાર કાર્યવાહી જારી રાખીને હજુ સુધી ૬૦થી વધારે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

આવી સ્થિતીમાં ત્રાસવાદી પણ લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. ત્રાસવાદીઓમાં મોટા પાયે ઝડપી ભરતી કરવામાં આવી રહી છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો ઝડપથી કાશ્મીરી ત્રાસવાદી ગતિવિધીમાં સામેલ થઇ રહ્યા છે. જે રીતે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે તેના કરતા વધારે ઝડપથી ભરતી કરવામાં આવી છે. ગયા વર્ષે સક્રિય ત્રાસવાદીઓની સંખ્યા ૧૫૦-૨૦૦ હતી જે હવે ૩૦૦ સુધી પહોંચી ગઇ છે. જમ્મુ કાશ્મીરમાં હિંસાની ગતિવિધીને જારી રાખવા ત્રાસવાદીઓ સક્રિય છે.

Share This Article