જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ રાજ્યમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે ખતરો હજુ તોળાઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ હિન્દુવેશમાં લશ્કરે તોયબાના છ ત્રાસવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરી ગયા છે. ભારતીય સુરક્ષા સંસ્થાઓના કઠોર પગલા અને સરહદ પર બાજ નજરના કારણે કોઇ ત્રાસવાદીઓની ઘુસણખોરી થઇ શકી નથી. સાથે સાથે પાકિસ્તાનની તમામ હરકતને યોગ્ય રીતે જવાબ મળે છે ત્યારે હવે ઘુસણખોરી માટે નવા રસ્તા શોધી કાઢવામાં આવ્યા છે. તોયબાના છ ત્રાસવાદીઓ શ્રીલંકાના રસ્તાથી તમિળનાડુના કોઇમ્બતુરમાં ઘુસી ગયા છે. ત્રાસવાદીઓની ઘુસણખોરી અંગે બાતમી મળ્યા બાદ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. આ તમામ ત્રાસવાદીઓ મુÂસ્લમ છે. જા કે આ તમામ ત્રાસવાદીઓએ હિન્દુ વેશભુષા ધારણ કરેલી છે. લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ તિલક ચાંદલા કરીને પ્રવેશ કરી ચુક્યા છે. એલર્ટને ધ્યાનમાં લઇને પાટનગર ચેન્નાઇ સહિત સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઇમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ સ્થળો પર પોલીસ જવાનોની સંખ્યાને પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ક્યુઆરટી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પ્રમુખ રસ્તા પર સુરક્ષા કર્મચારીઓ પેટ્રોલિંગ પણ ઝડપથી બનાવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે લશ્કરે તોયબાના ત્રાસવાદીઓને શ્રીલંકાના કેટલાક લોકોએ ભારતમાં ઘુસવા માટે મદદ કરી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી વિરોધી ઓપરેશન હાલમાં જારી રાખવામાં આવી શકે છે. કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે.
કથાકાર મોરારીબાપુએ પહેલગામ આતંકી હુમલાની ઘટના વખોડી, પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી...
Read more