નવીદિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા સઇદ સલાઉદ્દીનની જમ્મુ કાશ્મીરમાં ૧૩ સંપત્તિઓને જપ્ત કરી લીધી છે. સલાઉદ્દીન પાકિસ્તાનમાં રહે છે અને ત્યાંથી જ પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓને સંચાલિત કરી રહ્યો છે. ઇડીએ આ કાર્યવાહી સલાઉદ્દીન વિરુદ્ધ ચાલી રહેલી ટેરર ફંડિંગની તપાસ હેઠળ કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ સંસ્થાએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ બાંદીપોરાના રહેવાશી મોહમ્મદ શફી શાહ અને અન્ય છ લોકો સાથે સંકળાયેલી ૧.૨૨ કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરવાનો પ્રોવિઝનલ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ આતંકવાદી સંગઠન માટે કામ કરે છે.
ઇડીએ કહ્યું હતું કે, સલાઉદ્દીન, શાહ અને અન્ય આતંકી વિરુદ્ધ અનલોફુલ એÂક્ટવિટિઝ પ્રિવેન્શન એક્શન (યુએપીએ) એટલે કે ગેરકાયદેસર ગતિવિધિ અટકાયતના પગલા હેઠળ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનો ઉલ્લેખ કરતા મની લોન્ડરિંગનો એક કેસ દાખલ કર્યો છે. ઇડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હિજબલુ મુઝાહિદ્દીન કાશ્મીરમાં સૌથી વધારે સક્રિય આતંકવાદી સંગઠન છે જે આતંકવાદીઓ અને જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે ફંડિંગ માટે જવાબદાર છે. આતંકી સઇદ સલાઉદ્દીન પાકિસ્તાનના રાવલપિંડીનો વતની છે.
તે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને ત્યાં સક્રિય અન્ય સંગઠનોની સહ પર (જમ્મુ એન્ડ કાશ્મીર અફેક્ટીસ રિલીફ ટ્રસ્ટ) નામથી એક ટ્રસ્ટની આડમાં ભારતીય જમીન પર આતંકવાદ મો ફંડ આપી રહ્યો છે. ઇડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસમાં જણાવા મળ્યું છે કે, ટેરર ફંડિંગનો ભારતમાં હવાલો અને અન્ય ચેનલોના માધ્યમથી મોકલવામાં આવે છે. શાહ ટેરર ફંડિંગના એક કેસમાં દિલ્હીની તિહાર જેલમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં જેશના લીડર મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટેના પ્રસ્તાવ પર ચીને વીટોનો ઉપયોગ કર્યા બાદ પણ તેની સામે કાર્યવાહીનો દોર શરૂ થઇ ગયો છે. હવે આતંકવાદ સામેની લડાઇને વધારે નિર્ણાયક બનાવીને ફ્રાન્સે મસુદ અઝહરની સામે નિર્ણાયક કાર્યવાહી કરી છે. તેની નાણાંકીય રીતે કમર તોડી નાંખવાના હેતુથી તેની તમામ સંપત્તિ જપ્ત કરવાનો ફ્રાન્સે નિર્ણય કર્યો છે. ફ્રાન્સની સાથે અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. મસુદની તરફેણમાં વીટોનો ઉપયોગ ચીન દ્વારા કરવામાં આવ્યા બાદ તેની ચારેબાજુ ટિકા થઇ રહી હતી.
જેશની સામે ફ્રાન્સની આન સૌથી મોટી કાર્યવાહી તરીકે ગણવામાં આવે છે. ફ્રાન્સ સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીન આ મુજબની વાત કરવામાં આવી છે. ફ્રાન્સે એમ પણ કહ્યુ છે કે તે મસુદને યુરોપિયન યુનિયનની ત્રાસવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા માટે કામ કરશે. જા કે, પાકિસ્તાન પર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહીને લઇને જારદાર વૈશ્વિક દબાણ છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી જૈશે મોહમ્મદે સ્વીકારી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.