અંબાજી નજીક સિરોહીમાં સર્જાયો ભીષણ અકસ્માત, 6 લોકોના મોત

Rudra
By Rudra 2 Min Read

બનાસકાંઠા : રાજ્યના સિરોહી તાલુકામાં પવિત્ર ધાર્મિક સ્થળ અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને 15 લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત બનાસકાંઠામાં અંબાજી નજીક સિરોહીમાં ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિરોહી રિફર કરાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

સિરોહી તાલુકામાં અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને 15 લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રક અને વાહન વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસે સર્જાયો હતો. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે તેવી માહિતી મળવા પામી છે. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પિંડવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સિરોહી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો અને ઈજાગ્રસ્તો ઝાડોલ અને ગોગુંદાના રહેવાસી છે. અકસ્માત થતાં લોકોએ એમ્બ્યુલન્સને અને પોલીસને જાણ કરી હતી. એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો, ક્યારે થયો તેની પોલીસ હાલ વિગત મેળવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે ક, થોડા જ દિવસ અગાઉ માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતા પશુ ભરેલા ડાલાએ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અંબાજી જતા 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા હતા. ડાલા ચાલકે એકદમ બ્રેક મારતાં ડાલું પલટી માર્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ડાલાની સ્પીડ વધુ હોવાથી 3 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જો કે, મોટી જાનહાનિ ટળી હતી.

Share This Article