કોલકત્તા : કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હવે આમને સામને આવી ગયા છે. ગઇકાલ બાદથી જ જારદાર રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. મમતા બેનર્જી કેન્દ્ર સરકારના વલણને અયોગ્ય ગણાવીને ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા છે. ગઇકાલે રવિવારના દિવસથી જ મમતા બેનર્જી ધરમા કરી રહ્યા છે. બીજી બાજુ કેટલાક સાથી પક્ષો પણ મમતાની સાથે આવ્યા છે. સીબીઆઇ અને અન્ય તપાસ સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો અને તેમની સરકારને ઉથલાવી દેવાના આક્ષેપ મમતા બેનર્જીએ કર્યા છે. દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે રાજ્યના રાજ્યપાલ સાથે વાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને પોલીસ ટુકડી આમને સામને આવી ગઈ છે. ગઇકાલે રવિવારના દિવસે અભૂતપૂર્વ ઘટનાક્રમનો દોર જાવા મળ્યો હતો. સનસનાટીપૂર્ણ શારદા કૌભાંડમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની પુછપરછ કરવા માટે પહોંચેલી સીબીઆઈની ટીમને પોલીસે અટકાયતમાં લઇ લીધી હતી જ્યાં એકબાજુ પોલીસ કોલકાતામાં સીબીઆઈના જાઇન્ટ ડિરેક્ટરને પકડી પાડવા તેમના આવાસ ઉપર પહોંચી હતી.
બીજી બાજુ બંગાળના ડીજીપી રાજીવકુમારના આવાસ ઉપર પણ ટીમ પહોંચી હતી જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અધિકારીઓ સાથે મિટિંગ કરવા પહોંચ્યા હતા. કોલકાતાના મેયર હાકીમ પણ પોલીસ કમિશનર રાજીવકુમારના આવાસે પહોંચ્યા હતા. દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન હોવાનો આક્ષેપ આક્ષેપ મમતા બેનર્જીએ કર્યો હતો. આ સમગ્ર મામલાં હેરાન કરનાર બાબત એ છે કે, સીબીઆઈની ટીમ પોલીસ કમિશનર રાજીવકુમારના આવાસે પહોંચી ત્યારે ટીમને કહેવામાં આવ્યું કે, કુમાર ઘરમાં નથી.