અમદાવાદમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રી, શનિવારે વાદળિયું વાતાવરણ સર્જાવાની શક્યતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત ૭ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીથી વધુ નોંધાતા ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૨ ડિગ્રી વધ્યું છે. આગામી બે દિવસ ગરમી ૩૫ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે શનિવાર અને સોમવારે શહેરમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની શક્યતા છે. એ પછી ગરમી એકથી બે ડિગ્રી ઘટી શકે છે. રાજ્યમાં ૩૬.૮ ડિગ્રી સાથે વલસાડ સૌથી ગરમ શહેર બન્યું હતું. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, બુધવારે મોડી રાતથી ગુરુવારે વહેલી સવાર સુધી અમદાવાદમાં ઠંડક રહ્યાં બાદ ગરમીમાં વધારો થયો હતો. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન બુધવાર કરતાં ૨ ડિગ્રી વધીને ૩૪.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૨.૯ ડિગ્રી નોંધાયું હતું. ગરમ પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોનના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં ૩૬.૮ ડિગ્રી સાથે વલસાડમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.

Share This Article