ટીવીની નાગીનની બોલબાલા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

જૈસ્મીન ભસીન અભિનેત્રી અને મોડલ તરીકે છે. જૈસ્મીનને ટીવી શો ટશન એ ઇસ્ક મારફતે લોકપ્રિયતા મેળવી લેવાની શરૂઆત કરી હતી. તે દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સાથે સાથે જાહેરાતોમાં પણ કામ કરી રહી છે. હવે તે કલર્સ ચેનલના નવા શો નાગીન ભાગ્ય કા જહર ખેલમાં કામ કરી રહી છે. ભસીન બોલિવુડમાં પણ વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તે મુળભુતરીતે રાજસ્થાની છે. જ્યારે નાગિન-૪માં તે નયનતારા નામના પાત્રની ભૂમિકા અદા કરી રહી છે. જેમાં તેની ભૂમિકા ખુબ બોલ્ડ અને સાહસી તરીકે રહેલી છે. જે બદલા લેવા માટે સતત સક્રિય રહે છે. જેને બાળપણથી જ આવી બાબત શિખવાડવામાં આવે છે. તેનુ કહેવુ છે કે રોલ માટે તેને ખુબ મહેનત કરવી પડી રહી છે. તેનુ કહેવુ છે કે તેની હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા પૈકી એક ભૂમિકા રહેલી છે. તે મિથિકલ રોલને લઇને પણ ખુબ ખુશ છે. તેનુ કહેવુ છે કે નોર્મલ શો અને સુપરનેચરલ શોમાં ખુબ અંતર રહે છે. તેના રોલ માટે તમામ લોકો દ્વારા મદદ કરવામાં આવી છે.

ટેલિવીઝન શો ઉપરાંત ભસીન દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તમામ લોકોને આ અંગે માહિતી નથી કે તે એક અમીર યુવતિના રોલમાં તમિળ ફિલ્મ વનમ મારફતે ફિલ્મમાં પ્રવેશી ગઇ હતી. વર્ષ ૨૦૧૧માં તે ફિલ્મોમાં પ્રવેશી ગઇ હતી. ત્યારબાદથી તે ફિલ્મોમાં સક્રિય રહી છે. જયપુરમાં તે ગ્રેજુએશન કરી ચુકી છે. ભસીને તેની મોડલિંગ કેરિયરની શરૂઆત પ્રિન્ટ અને ટેલિવીઝન એડ સાથે કરી હતી. વર્ષ ૨૦૧૧માં તે ફિલ્મમાં પ્રવેશી ગઇ હતી. વર્ષ ૨૦૧૯માં તે સ્ટાર પ્લસના દિલ તો હેપ્પી હે જીમાં હતી. જો કે આ સિરિયલમાંથી તે ટુંકમાં જ નિકળી ગઇ હતી

Share This Article