નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે સનસનાટીપૂર્ણ ટેલિફોન એક્સચેંજ કેસમાં ટ્રાયલનો સામનો કરવા આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનને આદેશ કર્યો હતો. દયાનિધિ મારનની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ગેરકાયદે ટેલિફોન એક્સચેંજ સ્થાપિત કરવા સાથે સંબંધિત આ મામલો રહેલો છે. તેમના ભાઈ કલાનિધિ મારનના સનટીવી નેટવર્કને સીધી રીતે ફાયદો કરાવવા આ ગેરકાયદે ટેલિફોન એક્સચેંજ લાઈન સ્થાપિત કરવામાં આવી હતી. મારને મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને અરજી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે આ કેસમાં તેમને નિર્દોષ થોડી મુકતા સીબીઆઈ કોર્ટના ચુકાદાને ફગાવી દેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫મી જુલાઈના દિવસે પૂર્વ કેન્દ્રીયમંત્રી દયાનિધિ મારન અને તેમના ભાઈ કલાનિધિ મારનને મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, મદ્રાસ હાઈકોર્ટે દશક જુના ગેરકાયદે ટેલિફોન એક્સચેંજ કેસમાંથી તેમને ડિસ્ચાર્જ કરવાના ખાસ અદાલતના આદેશને પડકાર ફેંકીને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સામે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને ફગાવી દીધા હતા. જસ્ટિસ જી જયચંદ્રને સીબીઆઈ કેસ માટે ખાસ અદાલતમાં ફરીવાર વાત કરી હતી. જસ્ટિસ જી જયચંદ્રને ટ્રાયલ ચાલુ રાખવા કોર્ટને આદેશ કર્યો હતો. ૧૨ સપ્તાહની અંદર આરોપો ઘડવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મદ્રાસ હાઈકોર્ટે આદેશ કર્યો હતો તેના પરિણામ સ્વરુપે મારન બંધુ સહિત તમામ સાત આરોપી સીબીઆઈ કેસ માટે ખાસ અદાલત સમક્ષ ટ્રાયલનો સામનો કરશે.
૧૪મી માર્ચના દિવસે ખાસ જજ નટરાજને કહ્યું હતું કે, આ કેસમાંથી તમામ સાત આરોપીને ડિસ્ચાર્જ કરી ચુક્યા છે. કારણ કે, તેમની સામે આરોપો પુરવાર થાય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. સીબીઆઈના કહેવા મુજબ દયાનિધિ મારન જૂન ૨૦૦૪થી ડિસેમ્બર ૨૦૦૬ વચ્ચેના ગાળામાં જ્યારે તેઓ દૂરસંચાર અને માહિતી પ્રધાન હતા ત્યારે તેમની પોસ્ટનો દુરુપયોગ કર્યો હતો અને ચેન્નાઈમાં પોતાના આવાસ ઉપર પ્રાઇવેટ ટેલિફોન એક્સચેંજ સ્થાપિત કરીને ચર્ચા જગાવી હતી. સાથે સાથે કલાનિધિની માલિકીના સન નેટવર્કને આવરી લેતા બિઝનેસ કારોબાર માટે તેનો ઉપયોગ કર્યો હતો. સીબીઆઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, આના કારણે તિજારીને ૧.૭૮ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બોર્ડ ક્લબ અને ગોપાલપુરમમાં મારનના નિવાસસ્થાને ૭૦૦થી વધુ ટેલિફોન લાઈનો મુકવામાં આવી હતી જેના લીધે તિજારીને અભૂતપૂર્વ નુકસાન થયું હતું.