લખનૌ: દિલ્હી-લખનૌ બાદ નવેમ્બરમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઇ તેજસ ટ્રેન હવે શરૂ કરવામા આવનાર છે. રેલવે બોર્ડના અધ્યક્ષના કહેવા મુજબ આગામી દિવસોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે રીતે એરપોર્ટ ચલાવે છે તેવી જ રીતે પ્રાઇવેટ કંપનીઓ હવે ટ્રેન ચલાવનાર છે. તેમણે કહ્યુ હતુ કે દુનિયાભરની પ્રાઇવેટ ટ્રેન કંપનીઓ આવી જ રીતે હવે કામ કરે છે.
ટ્રેનને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. હવે યાત્રીઓને વધારે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. યાત્રા દરમિયાન સામાનની ચોરી થવાની સ્થિતીમાં પણ ફાયદો આપવામાં આવનાર છે. આના માટે એક લાખ રૂપિયાનુ વળતર આપવામાં આવનાર છે. તમામ પાસા પર હાલમાં વિચારણા ચાલી રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે યાત્રીઓની સંખ્યા વધારે છે.