દાંતીવાડામાં કિશોરીનું અપહણ કરી નરાધમોએ ઇકો ગાડીમાં સામુહિક દુષ્કર્મ આચર્યું અને પછી…

Rudra
By Rudra 1 Min Read

બનાસકાંઠાના દાંતીવાડામાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મ, દૂધ ભરાવી ઘરે જતી વખતે બન્યો બનાવ બનાસકાંઠામાં દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના બની છે. ઇકો ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ઘરે જતી બહેનો સાથે બીભત્સ માગણીઓ કરી હતી. આથી, બંને યુવતી જીવ બચાવવા દોડી તો આરોપીઓએ તેમનો પીછો કરી એક યુવતીનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પીડિતાને પાલનપુર ગઢ નજીક છોડી નરાધમો ફરાર થયા હતા.

આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તેમની શોધખોળ કરી રહી છે. બંને શખ્સોએ અપહરણ કરી ગાડીમાં બેસાડી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ પાલનપુરના ગઢ નજીક છોડીને ફરાર થઈ ગયા હતા. યુવતીએ ગઢ ખાતે વિમળા વિદ્યાલયની સામે આવેલા પેટ્રોલ પંપ પર જઈ પરિવારને ફોન કરીને કરી જાણ કરી હતી. દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાના પિતા મૃત્યુ પામ્યા છે. બંને બહેનો ખેતરે જઇ રહી હતી. ત્યારે ઇકોમાં આવેલા શખ્સોએ તેમની પાસે બિભત્સ માગણી કરી હતી. જેથી બંને બહેનો દોડી હતી. જ્યાં નાની બહેન બાજુમાં આવેલા ખેતરમાં જતી રહી હતી. અને ખેતર માલિકને ઘટનાની જાણ કરતાં તેમણે સગીરાના પરિવારને જાણ કરતાં બધા પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી અજાણ્યા શખ્શોની શોધખોળ હાથ ધરી છે.

Share This Article