અમદાવાદ– તહેવારોની મોસમમાં અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નો ઓલ ન્યુ સ્પાર્ક-સીરિઝના લોન્ચ સાથે ગ્રાહકોને આકર્ષી રહી છે, જેમાં ટેક્નો સ્પાર્ક ગો, ટેક્નો સ્પાર્ક 4 એર અને ટેક્નો સ્પાર્ક 4નો સમાવેશ થાય છે. આ સીરિઝ ભારતીય ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઇ છે તથા વિકસાવવામાં આવી છે.
ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે, જ્યાં લાખો ગ્રાહકોનો ચોથો હિસ્સો તેમનો પ્રથમ સ્માર્ટફોન ખરીદે છે. ટેક્નો તેની સ્પાર્ક સીરિઝ સાથે એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં સ્પર્ધાત્મક કિંમતે સારી કેમેરા ક્ષમતાઓ, વિશ્વસનીય બેટરી, મોટા ડિસ્પ્લે ઓફર કરીને આ તકને હાંસલ કરી રહ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં બ્રાન્ડે ટેક્નો સ્પાર્કના બે નવા ડિવાઇસ લોન્ચ કર્યાં હતાં, જેમાં ટેક્નો સ્પાર્ક ગો અને ટેક્નો સ્પાર્ક 4 એરનો સમાવેશ થાય છે. લોન્ચના 15 દિવસમાં ટેક્નો સ્પાર્ક ગો રૂ. 5499ની સૌથી નીચી કિંમતે બેસ્ટ સેલીંગ ડોટ નોચ ડિસ્પ્લે સ્માર્ટફોન બન્યો છે. તહેવારોની મોસમની ખુશીઓમાં ઉમેરો કરતાં દરેક સ્પાર્ક ગો ખરીદદાર રૂ. 799ના મૂલ્યના બ્લુટુથ ઇયરપીસ વિનામૂલ્યે મેળવે છે. આ ઉપરાંત તેની વિશિષ્ય 111 પ્રોમીસમાં એકવાર સ્ક્રીન રિપ્લેસમેન્ટ, 100 દિવસમાં ફ્રી રિપ્લેસમેન્ટ અને તમામ ડિવાઇસ ઉપર એક મહિનાની એક્સટેન્ડેડ વોરંટી સામેલ છે.
ઇન્ડિયા ફર્સ્ટના વ્યૂહ સાથે ટેક્નો પોતાના સ્પાર્ક 4 સાથે 6.52-ઇંચ HD+ નોચ ડિસ્પ્લે અને સેગમેન્ટમાં સૌથી મોટી સ્ક્રીન ઓફર કરી રહ્યું છે. નવા લોન્ચ કરાયેલા સ્માર્ટફોનનો સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે 35,000થી વધુ ઓફલાઇન રિટેઇલ સ્ટોર્સમાં ઉપલબ્ધ બનશે.
ભારતમાં ટેક્નો સ્પાર્ક 4ના લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતાં ટ્રાન્ઝિયમ ઇન્ડિયાના સીઇઓ શ્રી અરિજિત તાલાપાત્રએ જણાવ્યું હતું કે, “અમે અમારા વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે અમારા વૈવિધ્યસભર ગ્રાહકોના આધાર પ્રત્યે કટીબદ્ધ છીએ તેમજ ભારતમાં ટેક્નો સ્પાર્ક 4ના લોન્ચ ઇન્ડિયા-ફર્સ્ટ વલણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતમાં બ્રાન્ડના પ્રવેશથી જ ટેક્નોનો મંત્ર વાજબી કિંમતે નવી વિશેષતાઓની રજૂઆત કરીને બજેટથી મીડ-સેગમેન્ટ સ્માર્ટફોન કેટેગરીને મજબૂત કરવાનો રહ્યો છે. સ્પાર્ક સીરિઝમાં અમારા પોર્ટફોલિયો સાથે અમે ભારતમાં રૂ. 5 હજાર અને રૂ. 10 હજાર સ્માર્ટફોન કેટેગરીને હાંસલ કરવા ઉપર કેન્દ્રિત છીએ, જ્યાં ગ્રાહકો પ્રોડક્ટ સાથે પ્રયોગ કરવા વધુ તૈયાર હોય છે. સ્પાર્ક સીરિઝ સ્ટાઇલ, સારા ડિસ્પ્લે, એઆઇ ઇન્ટિગ્રેશન સાથે કેમેરાની ક્ષમતાઓ તેમજ વાજબી કિંમતે પર્ફોર્મન્સનું ઉત્તમ મિશ્રણ છે. અમને આશા છે કે નવી રેન્જને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળશે અને ઉત્સવમાં સ્પાર્ક ઉમેરશે.”