અમદાવાદ : તહેવારોની મોસમમાં અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નો ઓલ ન્યુ સ્પાર્ક-સીરિઝના લોન્ચ સાથે ગ્રાહકોને આકર્ષી રહી છે, જેમાં ટેક્નો સ્પાર્ક ગો, ટેક્નો સ્પાર્ક 4 એર અને ટેક્નો સ્પાર્ક 4નો સમાવેશ થાય છે. આ સીરિઝ ભારતીય ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઇ છે તથા વિકસાવવામાં આવી છે.
ભારત મહત્વપૂર્ણ માર્કેટ છે, જ્યાં લાખો ગ્રાહકોનો ચોથો હિસ્સો તેમનો પ્રથમ સ્માર્ટફોન ખરીદે છે. ટેક્નો તેની સ્પાર્ક સીરિઝ સાથે એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં સ્પર્ધાત્મક કિંમતે સારી કેમેરા ક્ષમતાઓ, વિશ્વસનીય બેટરી, મોટા ડિસ્પ્લે ઓફર કરીને આ તકને હાંસલ કરી રહ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં બ્રાન્ડે ટેક્નો સ્પાર્કના બે નવા ડિવાઇસ લોન્ચ કર્યાં હતાં, જેમાં ટેક્નો સ્પાર્ક ગો અને ટેક્નો સ્પાર્ક 4 એરનો સમાવેશ થાય છે. લોન્ચના 15 દિવસમાં ટેક્નો સ્પાર્ક ગો રૂ. 5499ની સૌથી નીચી કિંમતે બેસ્ટ સેલીંગ ડોટ નોચ ડિસ્પ્લે સ્માર્ટફોન બન્યો છે. તહેવારોની મોસમની ખુશીઓમાં ઉમેરો કરતાં દરેક સ્પાર્ક ગો ખરીદદાર રૂ. 799ના મૂલ્યના બ્લુટુથ ઇયરપીસ વિનામૂલ્યે મેળવે છે. આ ઉપરાંત તેની વિશિષ્ય 111 પ્રોમીસમાં એકવાર સ્ક્રીન રિપ્લેસમેન્ટ, 100 દિવસમાં ફ્રી રિપ્લેસમેન્ટ અને તમામ ડિવાઇસ ઉપર એક મહિનાની એક્સટેન્ડેડ વોરંટી સામેલ છે.
ઇન્ડિયા ફર્સ્ટના વ્યૂહ સાથે ટેક્નો પોતાના સ્પાર્ક 4 સાથે 6.52-ઇંચ HD+ નોચ ડિસ્પ્લે અને સેગમેન્ટમાં સૌથી મોટી સ્ક્રીન ઓફર કરી રહ્યું છે. નવા લોન્ચ કરાયેલા સ્માર્ટફોનનો સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તે 35,000થી વધુ ઓફલાઇન રિટેઇલ સ્ટોર્સમાં ઉપલબ્ધ બનશે.
ભારતમાં ટેક્નો સ્પાર્ક 4ના લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતાં ટ્રાન્ઝિયમ ઇન્ડિયાના સીઇઓ શ્રી અરિજિત તાલાપાત્રએ જણાવ્યું હતું કે, “અમે અમારા વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે અમારા વૈવિધ્યસભર ગ્રાહકોના આધાર પ્રત્યે કટીબદ્ધ છીએ તેમજ ભારતમાં ટેક્નો સ્પાર્ક 4ના લોન્ચ ઇન્ડિયા-ફર્સ્ટ વલણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતમાં બ્રાન્ડના પ્રવેશથી જ ટેક્નોનો મંત્ર વાજબી કિંમતે નવી વિશેષતાઓની રજૂઆત કરીને બજેટથી મીડ-સેગમેન્ટ સ્માર્ટફોન કેટેગરીને મજબૂત કરવાનો રહ્યો છે. સ્પાર્ક સીરિઝમાં અમારા પોર્ટફોલિયો સાથે અમે ભારતમાં રૂ. 5 હજાર અને રૂ. 10 હજાર સ્માર્ટફોન કેટેગરીને હાંસલ કરવા ઉપર કેન્દ્રિત છીએ, જ્યાં ગ્રાહકો પ્રોડક્ટ સાથે પ્રયોગ કરવા વધુ તૈયાર હોય છે. સ્પાર્ક સીરિઝ સ્ટાઇલ, સારા ડિસ્પ્લે, એઆઇ ઇન્ટિગ્રેશન સાથે કેમેરાની ક્ષમતાઓ તેમજ વાજબી કિંમતે પર્ફોર્મન્સનું ઉત્તમ મિશ્રણ છે. અમને આશા છે કે નવી રેન્જને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળશે અને ઉત્સવમાં સ્પાર્ક ઉમેરશે.”
ટેક્નો સ્પાર્ક પોર્ટફોલિયોમાં 4 સ્માર્ટફોનનો સમાવેશ થાય છેઃ ટેક્નો સ્પાર્ક ગો – રૂ. 5499, ટેક્નો સ્પાર્ક 4- રૂ. 6999 અને ટેક્નો સ્પાર્ક 4 બે વેરિઅન્ટ્સઃ 3જીબી + 32જીબી – રૂ. 7999 તેમજ 4જીબી + 649બી – રૂ. 8999
તહેવારોની મોસમમાં ખરીદી શકાય તેવા ટેક્નો સ્પાર્ક પોર્ટફોલિયોની મુખ્ય વિશેષતાઓઃ
- ટેક્નો સ્પાર્ક ગો રૂ. 6 હજાર સેગમેન્ટમાં ભારતનો પ્રથમ સ્માર્ટફોન છે, જે 6.1 HD+ ડોટ નોચ ડિસ્પ્લે સાથે 19:5:9નો આસ્પેક્ટ રેશિયો તથા 85 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો ધરાવે છે, જેનાથી આ સ્માર્ટફોન વિડિયો જેવા, વાંચવા અને બ્રાઉઝિંગ કરવા માટે આદર્શ બને છે. કેમેરાની વાત કરીએ તો ટેક્નો સ્પાર્ક ગો 8એમપી એઆઇ રિયર કેમેરા સાથે નાઇટ અલ્ગોરિઝમ 2.0 અને ડ્યુઅલ ફ્લેશથી સજ્જ છે, જેનાથી તમે કોઇપણ લાઇટમાં સ્પષ્ટ અને સુંદર શોટ્સ કેપ્ચર કરી શકો છો. 5એમપી એઆઇ સેલ્ફી કેમેરા સાથે માઇક્રો સ્લીટ ફ્રન્ટ ફ્લેશ ડોટ નોચ ડિસ્પ્લેમાં મોટી પ્રગતિ છે, જે કોઇપણ લાઇટમાં સારી સેલ્ફી સુનિશ્ચિત કરે છે. તે 2જીબી રેમ + 16જીબી રોમ સ્ટોરેજ ક્ષમતાઓ અને 256જીબી એક્સપાન્ડેબલ ક્ષમતા ધરાવે છે. તહેવારની મોસમમાં ખુશીઓમાં ઉમેરો કરતાં પ્રત્યેક ટેક્નો સ્પાર્ક ગો ખરીદદાર રૂ. 799ની કિંમતના બ્લુટુથ ઇયરપીસ વિનામૂલ્યે મેળવશે. આ ઓફર મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે.
- રૂ. 7 હજાર નીચે ડોટ નોચ ડિસ્પ્લે સાથે 3જીબી રેમ, 13એમપી ડ્યુઅલ રિયર કેમેરા અને મોટી સ્ક્રીન લાવનાર પ્રથમ. આ સીરિઝમાં બીજો સ્માર્ટફોન સ્પાર્ક 4 એર છે, જે 6.1 ઇંચ HD+ સ્ક્રીન તેમજ ટ્રેન્ડી ડોટ નોચ 2.5ડી કર્વ્ડ એજીસ, 3ડી બેક કવર, સ્લીમ બેઝલ્સ અને ગ્રેડિઅન્ટ ફિનિશ ધરાવે છે. તે અદ્યતન એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ અને કસ્ટમાઇઝ HiOS UI લેયરથી સજ્જ છે, જેનાથી યુઝરના અનુભવમાં વધારો કરી શકાય છે. પર્ફોર્મન્સની વાત કરીએ તો સ્માર્ટફોન 3જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, ક્વાડ-કોર હેલિયો એ22 પ્રોસેસરથી સજ્જ છે. તે 3000mAhની મોટી બેટરીને સપોર્ટ કરો છે, જે 9.8 કલાક અવિરત વિડિયો પ્લેબેકને સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીએ તો 13 એમપી સાથે ડ્યુઅલ રિયર કેમેરા પ્રાઇમરી લેન્સ સાથે ડ્યુઅલ ફ્લેશ કોઇપણ લાઇટની સ્થિતિમાં બ્રાઇટ પિક્ચર્સ ક્લિક કરવામાં મદદરૂપ બને છે. 8એમપી ફ્રન્ટ ફેસિંગ કેમેરા કસ્ટમાઇઝેબલ એલઇડી ફ્લેશ ધરાવે છે, જે સેલ્ફી ક્લિક કરવામાં મહત્તમ લાઇટ ડિલિવર કરે છે. આ ઉપરાંત તે એન્ટી-ઓઇલ ફિંગરપ્રિન્ટ સેન્સર, એઆઇ ફેસ લોક જેવી વિશેષતાઓ ઓફર કરે છે. ટેક્નો સ્પાર્ક 4 એર રૂ. 6999ની કિંમતે ઉપલબ્ધ છે.
- ટેક્નો સ્પાર્ક 4 પોર્ટફોલિયોમાં નવો ઉમેરો. નવો સ્પાર્ક 4 6.52 ઇંચ HD+ ડોટ નોચ ડિસ્પ્લે સાથે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 450 નીટ્સ સ્ક્રીનથી સજ્જ છે, જે આકર્ષક વ્યૂઇંગ એક્સપિરિયન્સ ઓફર કરે છે તથા કન્ટેન્ટ, રીડીંગ અને બ્રાઉઝિંગ માટે પરફેક્ટ સ્માર્ટફોન છે. ટેક્નો સ્પાર્ક 4 2.5ડી કર્વ્ડ અને ફ્લુઇડિક ડિઝાઇન સાથે ઇમ્પ્રેસ કરે છે, જે પ્રીમિયમ લૂક આપે છે. તેની 75.9 એમએમ પહોળાઇ અને 8.2 એમએમ જાડાઇ સાથે સ્માર્ટફોન ખુબજ ઓછું વજન ધરાવે છે અને પકડી રાખવો સરળ છે.
પર્ફોર્મન્સની વાત કરીએ તો ટેક્નો સ્પાર્ક 4 4જીબી રેમ અને 64જીબી રોમ ધરાવે છે, જે 128 જીબી સુધી એક્સપાન્ડેબલ છે અને મલ્ટી-ટાસ્કિંગને સરળ બનાવે છે. હેલિયો એ22 ક્વાડ કોર પ્રોસેસર સાથે નવા એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમથી સ્માર્ટફોન એક્સપિરિયન્સમાં વધારો થાય છે. ગેમિંગનો શોખ ધરાવતા યુઝર્સ માટે મશીન લર્નિંગ ટેક્નોલોજીને આધારે સ્માર્ટફોન ગેમ એસ્સિલરેશન મોડથી ગેમિંગ પર્ફોર્મન્સ વધારે છે. તે વિવિધ વિકલ્પો જેમ કે ક્વોલિટી, પ્રાયોરિટી, ઇક્વિલિબિરિયમ મોડ, સ્મૂધ મોડ વગેરે પસંદ કરવા દે છે. તે અવિરત ગેમિંગ માટે બીનજરૂરી નોટિફિકેશન બ્લોક કરે છે. પબ્જી મોબાઇલ જેવી ગેમ્સ હાઇ સેટિંગ્સ ઉપર સરળતાથી રન થાય છે. સ્માર્ટફોન એન્ટી-ડિસ્ટર્બ ફીચર પણ ધરાવે છે, જેનાથી યુઝર્સ ગેમનો બેજોડ અનુભવ મેળવી શકે છે.
કેમેરા ફીટનેસની વાત કરીએ તો ટેક્નો સ્પાર્ક 4 ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 13 એમપી મેઇન કેમેરા, f/1.8 અપાર્ચર, 2-મેગાપિક્સલ ડેપ્થ કેમેરા અન થર્ડ લો-લાઇટ કેમેરા સેન્સર ધરાવે છે. રિયર કેમેરાની વિશેષતાઓમાં પીડીએએફ, ડ્યુઅલ ફ્લેશ સપોર્ટ, આઠ સીન મોડ, એઆર સ્ટીકર્સ, કસ્ટમ બોકેહ, એઆઇ એચડીઆર, એઆઇ બ્યુટી, પેનોરમા વગેરે સામેલ છે, જેનાથી ફોટોગ્રાફીનો અનુભવ વધે છે. બીજી તરફ 8એમપી ફ્રન્ટ કેમેરામાં કસ્ટમાઇઝેબલ ફ્લેશ છે, જેનાથી લો લાઇટમાં સ્પષ્ટ વિડિયો બનાવી શકાય છે તેમજ લાઇટની કોઇપણ સ્થિતિમાં બ્રાઇટ સેલ્ફી ખેંચી શકાય છે. ફ્રન્ટ કેમેરાની વિશેષતાઓમાં એઆઇ બ્યુટી મોડ, પોટ્રેટ મોડ, ઇન-બિલ્ડ લોકલાઇઝ્ડ એઆર સ્ટિકર્સ, વાઇડ સેલ્ફી મોડ વગેરે સામેલ છે, જેનાથી યુઝર્સનો અનુભવ સારો રહે છે.
ટેક્નો સ્પાર્ક 4 4000mAH બેટરીથી સજ્જ છે, જે 26 કલાક સુધીનો કોલિંગ ટાઇ, 6 કલાક સુધી વિડિયો પ્લેબેક, 6.99 કલા ગેમિંગ અને 110 કલાક ઓડિયો પ્લેબેક સપોર્ટ કરે છે. આ ફોન ડ્યુઅલ વોલ્ટી સીમ (4જી+4જી) સોલ્યુશન, એઆઇ ફેસ અનલોક અને એન્ટી-ઓઇલ ફિંગરપ્રિન્ટ સેન્સરને સપોર્ટ કરે છે.
ટેક્નો સ્પાર્ક પોર્ટફોલિયોમાં 4 સ્માર્ટફોનનો સમાવેશ થાય છેઃ
Smartphone | Price | Display | Camera | Storage |
TECNO SPARK GO | INR 5499 | 6.1 inch HD+ Dot notch | 5 MP AI Selfie / 8MP AI Camera | 2GB + 16 GB |
TECNO SPARK 4 Air | INR 6999 | 6.1 inch HD+ Dot notch | 5 MP AI Selfie / 13MP + VGA AI Camera | 3GB + 32GB |
TECNO SPARK 4 | INR 7999 and INR 8999 |
6.5 inch HD+ dot notch | 8 MP AI Selfie / 13MP + 2MP + VGA AI Camera | 3GB + 32 GB and 4GB + 64GB |
ગ્રાહકોને વધુ પાવર આપતાં ટેક્નોના તમામ સ્માર્ટફોન 111ની વિશિષ્ટ પ્રોમીસ ઓફર કરે છે, જે અંતર્ગત 1-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ, 100 દિવસમાં ફ્રી રિપ્લેસમેન્ટ અને 1 મહિનાની એક્સટેન્ડેડ વોરંટી સામેલ છે. આ ઉપરાંત તે પોતાની સર્વિસ બ્રાન્ડ કાર્લકેર દ્વારા ગ્રાહકો માટે બેસ્ટ આફ્ટર સેલ્સ સર્વિસની પ્રતિબદ્ધતા ધરાવે છે, જેના બે COCO (કંપનીની માલીકીના, કંપનીના નિયંત્રણ હેઠળના) સર્વિસ સેન્ટર તથા દેશભરમાં 958થી વધુ મલ્ટી-બ્રાન્ડસર્વિસ ટચ પોઇન્ટ્સ છે. તે ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવે છે, એટલે કે ખરીદી પહેલાં અને પછી, જેનાથી ગ્રાહકો અને ભાગીદારો વચ્ચે વિશ્વાસ પેદા કરવામાં મદદ મળે છે.