આ છે મુખ્ય પાંચ ટેક્નોલોજી જે મચાવતી હતી માર્કેટ માં ધૂમ જયારે તે લોન્ચ થઇ હતી અને જાણો કાયા કારણોસર ૨૦૧૭ ના અંત ની સાથે તેને પણ આવજો કહી દેવા માં આવ્યું તેના નિર્માતાઓ દ્વારા.
૧. વિન્ડોઝ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ
૨. એપલ આઇપોડ શફલ અને આઇપોડ નેનો
૩. ગુગલ ક્રોમ એપ સ્ટોર
૪. જી ટોક – ગુગલ મેસેન્જર અને એ ઓ એલ નું એ એમ એસ
૫. નિન્ટેન્ડો એન્ટરટેનમેન્ટ સિસ્ટમ ક્લાસિક (વિડીયો ગેમ)
૧. વિન્ડોઝ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ
માઈક્રો સોફ્ટ કંપની દ્વારા વિન્ડોઝ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નો ત્યાગ કરી એન્ડ્રોઇડ સિસ્ટમ વડે ચાલતા મોબાઈલ ફોન બનાવના શરુ કરવા માં આવ્યા. આ સાથે જ વિન્ડોઝ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નો અંત થયો અને ગુગલ તથા માઈક્રોસોફ્ટ નો સમન્વય તેવો વિન્ડોઝ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે માર્કેટ માં લોન્ચ થયો.
૨. એપલ આઇપોડ શફલ અને આઇપોડ નેનો
એપલ દ્વારા ખુબજ પ્રખ્યાત તેવું આઇપોડ શફલ અને આઇપોડ નેનો નું ઉત્પાદન પણ આ વર્ષ ના અંત માં એપલ તરફ થી બંધ કરવા માં આવ્યું. આ પ્રોડક્ટ બંધ કરવા નું મુખ્ય કારણ તેઓ ને ઇન્ટરનેટ સાથે જોડાઈ ના શકવા ની માર્યાદિત ફંકશનાલિટી માનવ માં આવે છે.
૩. ગુગલ ક્રોમ એપ સ્ટોર
ગૂગલ દ્વારા સૌ થી વધુ વપરાતું બ્રાઉઝર ક્રોમ , તેના એપ્લિકેશન સ્ટોર ને વિન્ડોઝ, મેક અને લીનક્સ વર્ઝન માં થી બંધ કરશે તેવું જાહેર કરાયું છે. પરંતુ ગુગલ ની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ક્રૉમબુક માં સ્ટોર યથાવત રહેશે.
૪. જી ટોક – ગુગલ મેસેન્જર અને AOL નું AIM
ગુગલ દ્વારા હેન્ગઆઉટ ઉપરાંત ડ્યુઓ નામક મેસેન્જર લોન્ચ કરવા ના કારણે તેના જુના અને જાણીતા મેસેન્જર ગુગલ ટોક ને બંધ કરવા નો નિર્ણય ગુગલ દ્વારા લેવા માં આવ્યો.
૫. નિન્ટેન્ડો એન્ટરટેનમેન્ટ સિસ્ટમ ક્લાસિક (વિડીયો ગેમ)
ગેમિંગ માટે ની કંપની નિન્ટેડો દ્વારા લોન્ચ થયેલું ગેમિંગ અને એન્ટરટેનમેન્ટ ડિવાઇસ “નિન્ટેન્ડો એન્ટરટેનમેન્ટ સિસ્ટમ ક્લાસિક (વિડીયો ગેમ)” પણ રેમ તથા એન એફ સી અને વાઇફાઇ ના આધુનિક વર્ઝન ના અભાવ ના કારણે બંધ કરવા માં આવ્યું.