ટેકનોલોજી જાયન્ટ આસુસ ઈન્ડિયાના ગાંધીનગરમાં નવા એક્સ્લુઝિવ સ્ટોરનું ઉદઘાટન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આસુસ  ઈન્ડિયાનાનેશનલ સેલ્સ મેનેજર જિજ્ઞેશ ભાવસાર અને સ્ટોરના માલિક શ્રી જગદીશ દુધાતે આસુસ એક્સ્લુઝિવ સ્ટોરનું ઉદઘાટન કર્યુ હતું. આ સ્ટોરમાં વ્યાપક રેન્જમાં ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર હાર્ડવેર સામેલ છે જેમાં બ્રાન્ડની ફ્લેગશીપ પ્રોડક્ટ્સ જેમકે વીવોબૂક, ઝેનબૂક, ઝેનબૂક-ફ્લીપ, ઝેનબૂક ડ્યુઓ અને રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) લેપટોપ્સ સામેલ છે. બ્રાન્ડનો નવા આસુસ  એક્સ્લુઝિવ સ્ટોર સ્કાય ડોટ્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ ફ્લોર શાલિન કોમ્પ્લેક્સ, સામે. એચપી પેટ્રોલ પમ્પ,  સેક્ટર -11,,  ગાંધીનગર  ખાતે સ્થિત છે.

આ નવા સ્ટોરની રજૂઆત એ આસુસની તેની માર્કેટમાં ઉપસ્થિતિ વિવિધ માર્કેટ ટીઅર્સમાં વિસ્તરિત કરવાના વિઝનનો એક હિસ્સો છે અને તે આ નાણાકીય વર્ષના અંત અગાઉ 100 સ્ટોર શરૂ કરવાનો હેતુ ધરાવે છે. આ સ્ટોર યુઝર્સને બ્રાન્ડના અદ્યત્તન અને ફ્લેગશીપ પ્રોડક્ટ્સમાં સરળ એક્સેસ યુઝર્સને આપશે. રસ ધરાવતા ગ્રાહકો ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે અને એસસસની વીવોબૂક, ઝેનબૂક, ઝેનબૂક-ફ્લીપ, ઝેનબૂક ડ્યુઓ અને રિપબ્લિક ઓફ ગેમર્સ (આરઓજી) લેપટોપ્સ સહિતની ઈનોવેટિવ અને નવીનતમ પ્રોડક્ટ્સનો અનુભવ લઈ શકે છે.

આસુસ ઈન્ડિયાના કમર્શિયલ અને ગેમિંગ પીસીના બિઝનેસ હેડ-કન્ઝ્યુમર આર્નોલ્ડ સુએ કહ્યું હતું, ‘અમે  ગાંધીનગરમાં  આસુસ  સ્ટોરના  લોન્ચની ઘોષણા કરતા ઘણા આનંદિત છીએ. નવા સ્ટોરના લોન્ચ સાથે, “અમે સફળતાપૂર્વક આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 100 નવા સ્ટોર્સ શરૂ કરવાના અમારા વિઝનને વેગ મળ્યો છે. આસુસ રિટેલ ટેકનોલોજીને રિઈન્વેન્ટ કરે છે જેથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રી અને ગ્રાહક અનુભવને આગળ વધારી શકાય. રસ ધરાવતા યુઝર્સ ગમે ત્યારે સ્ટોરની મુલાકાત લઈને તેમના હાથ આસુસની ઈનોવેટિવ અને કટિંગ-એજ પ્રોડક્ટ્સ પર હાથ અજમાવી શકે છે.’

આસુસ એક્સ્લુઝિવ સ્ટોર્સ ઉપરાંત, આસુસ રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા જેવા અન્ય લાર્જ ફોર્મેટ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો સાથેનો મજબૂત જોડાણ પણ ધરાવે છે. ભારતમાં 600થી વધુ જિલ્લાઓમાં અમુક હજાર રિસેલર્સ સાથે મજબૂત રિટેલ નેટવર્ક પણ ધરાવે છે. આ ઉપરાંત એસસસની ઓનસાઈટ સર્વિસમાં ઉપસ્થિતિ ભારતભરમાં 20000થી વધુ પિન કોડ્સમાં વ્યાપેલી છે. ઓફલાઈન કનેક્ટની વાત કરીએ તો એસસસ સક્રિય રીતે ઈકોમર્સ પ્લેટફોર્મ્સ જેમકે ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમ મોલ સાથે ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી કટિંગ એજ ઈનોવેશન ઈચ્છતા તેના મહત્વાકાંક્ષી યુઝર્સ સાથે જોડાવા માટે સહયોગ સાધે છે.

Share This Article