અમદાવાદ: ગુજરાતના અગ્રણી ટેક એક્ઝિબિશન એવા ટેક એક્સ્પો ગુજરાત 2024માં ઉદ્યોગસાહસિકો, અગ્રણી લિડર્સ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને પોલીસીમેકર્સ સહિત 7,500 થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી હતી, અને નવીનતા, ઉદ્યોગની આંતરદૃષ્ટિ અને ગુજરાતમાં ટેકનોલોજીકલની ઉજવણી માટે મહત્વકાંક્ષા કેન્દ્રબિંદુ બની ગયા હતા.
20 અને 21 ડિસેમ્બરના રોજ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત આ એક્સ્પોમાં જાણીતા ઉદ્યોગસાહસિકો અને નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ સેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જાણીતા હીરા વેપારી સવજી ધોળકિયાએ ટેક્નોલોજી કેવી રીતે ઉદ્યોગોને પુન: આકાર આપે છે તે બાબત પર પોતાના વિચારો પાર્ટીસિપેટ્સ સમક્ષ રજૂ કર્યા હતા. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી, તેમની પ્રગાઢ વિદ્વતા માટે જાણીતા છે, જેમણે વિશ્વભરના વ્યવસાયો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને તેના ભાવિ પ્રભાવ અંગે વાત કરી હતી.
GTPLના ડાયરેક્ટર કનકસિંહ રાણા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર.પી. પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ટેક એક્સ્પો ટીમનું પ્રતિનિધિત્વ કરતા તરલ શાહે અમદાવાદને ભારતના સૌથી મોટા IT હબમાં પરિવર્તિત કરવાનું વિઝન રજૂ કર્યું હતું.
સેશન્સમાં AI-ડ્રાઇવેન ઓટોમેશન અને ટેક-ડોમિનેટેડ યુગમાં કામના ભાવિ સહિતના મહત્વના વિષયો પર જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. ચર્ચામાં વાસ્તવિક સમયના વ્યવસાયિક પડકારો અને સમાધાનો સંબોધિત કરવામાં આવ્યા હતા. કીનોટ્સ ઉપરાંત, ઇન્ટરેક્ટિવ ક્વેશ્ચન-આન્સર સેશન્સ દ્વારા પાર્ટીસિપેટ્સ વિષયોને વધારે ઊંડાણપૂર્વક સમજી શક્યા હતા.
આ ઇવેન્ટે ટેક સમુદાય અને સરકાર વચ્ચેના મજબૂત સહયોગને પણ દર્શાવ્યો હતો. આ ભાગીદારી એ દર્શાવે છે કે કેવી રીતે ગુજરાત નવીનતા સાથે નીતિઓને સંકલિત કરવામાં અગ્રેસર છે અને ટેક-આધારિત વૃદ્ધિ માટે ઇકોસિસ્ટમ બનાવવાની રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ટેક એક્સ્પો ગુજરાત 2024માં પ્રદર્શકોએ સ્માર્ટ સિટી ફ્રેમવર્ક અને AI-સંચાલિત ટૂલ્સથી લઈને ગ્રીન એનર્જી ઈનોવેશન્સ અને એડવાન્સ્ડ IT સર્વિસ સહિતના ક્રાંતિકારી સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું હતું. ભાવિ તકનીકોનું પ્રદર્શન અને રોજિંદા જીવનમાં તેમની સંભવિત એપ્લિકેશનો એક્સ્પોમાં ખાસ આકર્ષણ હતું.
ટેક એક્સ્પો ગુજરાત 2024 એ વિચારો, મહત્વાકાંક્ષાઓ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન્સનું સંકલન હતું. અત્યાધુનિક ટેક્નોલોજીના ઇન્ટરેક્ટિવ શોકેસથી લઈને વિચાર પ્રેરક ચર્ચાઓ સુધી, એક્સ્પોએ એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે કે કેવી રીતે ટેકનોલોજી ઉદ્યોગોને પ્રેરણા આપી શકે છે, કનેક્ટ કરી શકે છે અને આગળ વધારી શકે છે.
આવતા વર્ષે વધુ ઉત્સાહ અને નવીનતા સાથે પરત આવવાના વચન સાથે, ‘ટેક એક્સ્પો ગુજરાત’ ટેક્નોલોજી લેન્ડસ્કેપમાં પ્રગતિના પ્રતીક તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત કરવાનું ચાલુ રાખશે.